Get The App

વિદેશમાં ભારતની આબરુના ધજાગરાં, 1.5 કરોડની ઉઘરાણી માટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
વિદેશમાં ભારતની આબરુના ધજાગરાં, 1.5 કરોડની ઉઘરાણી માટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ 1 - image


Maharashtra News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત જુદા-જુદા દેશનો પ્રવાસ ખેડી વિશ્વગુરૂ તરીકે ભારતની ઈમેજ ઉપસાવવા પ્રયાસ કરે છે. મોદી જ્યાં પણ જાય ત્યાં ભારતનો જયજયકાર કરાવવાના પ્રયાસો કરે છે. પરંતુ, તેમના આ પ્રયાસો પર મહારાષ્ટ્ર સરકારે પાણી ફેરવી દીધું છે. મહારાષ્ટ્ર સરકારને એક વિદેશી કંપની પાસેથી 1.58 કરોડ રૂપિયાનાસ બિલની ચૂકવણી ન કરવા માટે લીગલ નોટિસ મળી છે.

શું છે સમગ્ર મામલો? 

મહારાષ્ટ્ર સરકારે સ્વિટ્ઝરલેન્ડમાં હાજર એક સર્વિસ સેક્ટર કંપની પાસેથી 1.58 કરોડ રૂપિયાનાસ બિલની ચૂકવણી ન કરવા માટે લીગલ નોટિસ મળી છે. આ બિલ કંપનીને જાન્યુઆરી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં WEFની યાત્રા દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અમુક મંત્રીઓને આપવામાં આવેલી સેવાની ચૂકવણી માટે આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, મુખ્યમંત્રી ઓફિસ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને ડબ્લ્યૂઈએફ સહિત અન્યને 28 ઓગસ્ટના રોજ પાઠવવામાં આવેલી નોટિસમાં કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો હતો કે સરકારી MIDCએ 1.58 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી.

આ પણ વાંચોઃ તિરુપતિ બાદ વધુ એક મંદિરમાં ભેળસેળીયા ઘીનો ઉપયોગ! સરકારની માલિકીની કંપનીથી ખરીદ્યું હતું

મહારાષ્ટ્ર સરકારને દોઢ કરોડની ઉઘરામણીની નોટિસ

વિદેશની ધરતી પરથી મહારાષ્ટ્ર સરકારને દોઢ કરોડની બાકી ઉઘરાણી માટે નોટિસ આપવામાં આવી છે. દાવોસ જેવાં પ્લેટફોર્મ પર વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓ, બિઝનેસ જગતનાં ખેરખાંઓ, રાષ્ટ્રોના વડાઓ એકઠા થતા હોય છે. અહીં દરેક દેશ કે ભારતમાંથી જનારા દરેક રાજ્યોના નેતાઓ પોતાના રાજ્યની પ્રતિષ્ઠા વધે અને તેને રોકાણો મળે તેવા પ્રયાસો કરે છે. જેમાં મહારાષ્ટ્રના પ્રધાનો અને અધિકારીઓએ મેળાવડામાં બેફામ ખર્ચા કર્યા અને તેનું પૂરેપૂરુ બિલ પણ ચૂકવ્યા વિના પાછી આવી ગયાં.

...આપણી શું આબરૂ રહી?: પવાર

ગત જાન્યુઆરી માસમાં આ મેળાવડો યોજાયો હતો. જોકે, આ નોટિસ બાદ એનસીપી નેતા શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે સવાલ કર્યો હતો કે, વિદેશી એજન્સીએ આટલી ઉઘરાણી કરવી પડી તેમાં શું આબરુ રહી?

આ પણ વાંચોઃ એસસી-એસટી અનામત અંગે ચુકાદામાં ભુલ નથી : સુપ્રીમે રિવ્યૂ પિટિશન નકારી

જરૂરિયાતથી વધારે ખર્ચો કરાયો

એમઆઈડીસીના સીઈઓ પી વેલરાસુએ જણાવ્યું કે, મને આ પ્રકારની કોઈ નોટિસ વિશે જાણકારી નથી. જોકે, એમઆઈડીસી વાઉચરની તપાસ કરશે અને જરૂરી એક્શન લેશે. આ મામવે જલ્દીમાં જલ્દી નિર્ણય લેવામાં આવશે. શિવસેના યૂબૂટીના નેતા આદિત્ય ઠાકરે અને એનસીપી ધારાસભ્ય રોહિત પવાર સહિત એમવીએ (મહા વિકાસ અઘાડી) ધારાસભ્યએ પણ આરોપ લગાવ્યો છે કે, દોવોસ યાત્રા દરમિયાન જરૂરિયાતથી વધારે ખર્ચો કરવામાં આવ્યો છે. 

લીગલ નોટિસથી માંગી બાકી રકમ

લીગલ નોટિસ મળવાની વાત પર રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે કહ્યું કે, અમે વધારે ખર્ચ નથી કર્યો. આ આરોપ એમવીએ ધારાસભ્ય લગાવી રહ્યાં છે. અમારી લીગલ ટીમ આ નોટિસનો જવાબ આપશે અને આખા મામલાની તપાસ કરશે. નોટિસમાં કેસ કરવાની વોર્નિંગ આપતાં કહેવામાં આવ્યુંમ છે કે, તમામ ચૂકવણી MIDC સરકારી સંસ્થા હોવાથી તમામ ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી લેણાં બાકી હતાં. એવી આશા હતી કે ચૂકવણી સમયસર અને પાર્ટીઓની મંજૂરીથી કરવામાં આવશે. જોકે, એમઆઈડીસીએ આ રકમ ચૂકવી નથી. અમારા ગ્રાહકોને ઘણું આર્થિક નુકસાન થયું છે. જેથી MIDCએ દર વર્ષે 18 ટકા વ્યાજ સહિત કુલ 1,58,64,625.90 રૂપિયાની બાકી રકમ ચૂકવવાની રહે છે.


Google NewsGoogle News