UPSC,IIT કે JEE નહીં, પરંતુ આ છે વિશ્વમાં સૌથી અઘરી પરીક્ષા, જાણો કેમ?
વર્લ્ડ રેકોર્ડમાં JEE ને વધારે અઘરી માનવામાં આવે છે
JEE અને UPSC બંને પરીક્ષા આપી ચુકેલા એક યુવકે કહ્યું કે UPSC, CSE કરતાં વધારે અઘરી હોય છે
Image Envato |
આનંદ મહિન્દ્રાએ હાલમાં જ કરેલા એક ટ્વિટ પછી IIT, JEE અને UPSC પરીક્ષાઓમાં સૌથી અઘરી કઈ પરીક્ષા ? વિષયે ડિબેટ શરુ થઈ ગઈ હતી. તેમણે '12th Fail' ફિલ્મ જોયા પછી કેટલાય લોકોને આ વિશે વાત કરી.
તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે, JEE અને UPSC બંને પરીક્ષા આપી ચુકેલા એક યુવકે કહ્યું કે UPSC, CSE કરતાં વધારે અઘરી હોય છે, જ્યારે વર્લ્ડ રેકોર્ડમાં JEE ને વધારે અઘરી માનવામાં આવે છે. ટ્વીટમાં એમ પણ કહ્યું હતું કે જો સામાન્ય ધારણા છે તો 'The World Ranking' ને પોતાની યાદીમાં ફેરફાર કરવો જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે, આ લીસ્ટમાં UPSC અને JEE નહીં પરંતુ ચીનની ગાઓકાઓ (Gaokao) પરીક્ષા પહેલા નંબર પર છે. જેથી દુનિયામાં સૌથી અઘરી પરીક્ષા કહેવામાં આવે છે. આવો જાણીએ કે આવું કેમ..
દુનિયાની સૌથી અઘરી પરીક્ષા કઈ છે
ચીનની ગાઓકાઓ (Gaokao)ને દુનિયામાં સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. ચીન ભાષામાં ગાઓકાઓ (Gaokao) નો મતલબ સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે.
શું છે Gaokao પરીક્ષા
ગાઓકાઓ ચીનની કોલેજમાં એડમિશન માટેની એક એન્ટ્રેસ પરીક્ષા છે. અને એડમિશનનો એક માત્ર ક્રાઈટેરિયા છે. કુલ સ્કોર 750 છે અને કટઓફ 600 છે.
બે દિવસ ચાલે છે આ પરીક્ષા
વિશ્વની આ પહેલી એજ્યુકેશન સર્ચ મંચ કહેવામાં આવતી Erudera પ્રમાણે ગાઓકાઓ (Gaokao) પરીક્ષા બે દિવસ સુધી ચાલે છે. દરરોજ બાળકોની 10 કલાક પરીક્ષા લેવામાં આવે છે.
એક કરોડથી વધારે વિધાર્થીઓ આપે છે પરીક્ષા
દર વર્ષે એક કરોડથી વધારે વિદ્યાર્થીઓ ગાઓકાઓ પરીક્ષા આપવા બેસે છે, જે જૂનમાં યોજવામાં આવે છે. આ પરીક્ષામાં પહેલા વિદ્યાર્થીઓને એક ફોર્મમાં પોતાની મનપસંદ કોલેજ પસંદ કરવાની હોય છે.
પરીક્ષામાં કોઈ ગરબડી કરવામાં આવે તો જેલની સજા
2016મા ચીનની સરકારે જાહેરાત કરી હતી કે, જો કોઈ આ પરીક્ષામાં ગરબડી કરવામાં સામેલ હશે તો તેને જેલની સજા થઈ શકે છે.