રાહુલ ગાંધી કે નીતીશ કુમાર નહીં પણ આ વ્યક્તિ બનશે PM ઉમેદવાર...' સોનિયા ગાંધીએ આપ્યા સંકેત
સોનિયા ગાંધીએ ખડગે વિશે કરી આ વાત
INDIA alliance Meeting : પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે જેમાં આજે પાંચમા રાજ્ય તેલંગાણામાં મતદાન થઇ રહ્યું છે. આ તમામ રાજ્યનું 3 ડિસેમ્બરે ભાવિ નક્કી થશે. ત્યારબાદ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે. BJPના નેતૃત્વમાં NDA ગઠબંધન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણી લડી શકે છે. જેની સામે વિપક્ષી ગઠબંધન INDIA દ્વારા હજુ સુધી કોના નેતૃત્વમાં ચૂંટણી લડાશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર માટે રાહુલ ગાંધી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નામ સામે આવી રહ્યા હતા. પરંતુ, આ દરમિયાન સોનિયા ગાંધીએ ખડગેને મોટી જવાબદારી સોંપવાનો સંકેત આપ્યો છે.
લોકસભા ચૂંટણીમાં ખડગેને મળી શકે છે મોટી જવાબદારી!
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિતના મોટા નેતાઓ વિપક્ષી નેતાઓએ 2024ની લોકસભા ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેની મોટી ભૂમિકાની હિમાયત કરી છે. આ વાત નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ પર લખવામાં આવેલ પુસ્તક મલ્લિકાર્જુન ખડગેઃ પોલિટિકલ એન્ગેજમેન્ટ વિથ કમ્પેશન, જસ્ટિસ એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના લોન્ચિંગ સમયે સામે આવી હતી. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ INDIA ગઠબંધનની એકતાને મજબૂત કરવાનો પણ સંકલ્પ લીધો હતો. ઉપરાંત કેટલાક લોકોના મંતવ્ય મુજબ ખડગેએ આ જૂથનું નેતૃત્વ કરવું જોઈએ.
સોનિયા ગાંધીએ ખડગે વિશે કરી આ વાત
સોનિયા ગાંધીએ ભાષણ દરમિયાન ખડગેની પ્રતિબદ્ધતા અને વિચારધારાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, તેમનું શાનદાર જીવન અને કાર્યના મુલ્ય આધુનિક ભારતના સ્થાપકો માટે એક ઉદાહરણ આપે છે. તેમની હિંમત, અને બુદ્ધિમત્તાને લીધી પાર્ટી પરનું ભારણ ઘણું ઓછુ થયું છે. આજે તેઓ કોંગ્રેસ પાર્ટીને નિર્ણાયક તબક્કે દોરી રહ્યા છે. સત્તામાં રહેલા લોકો બંધારણીય અને સંસ્થાકીય મૂલ્યો, પ્રણાલીઓ અને સિદ્ધાંતોનો નાશ કરી રહ્યા છે.
ખડગેના સરકાર પર પ્રહાર
ખડગેએ તેમના ભાષણમાં ઉલેખ્ખ કર્યો કે, લોકશાહી અને બંધારણના કારણે હું એક સામાન્ય કાર્યકરમાંથી આ પદ પર આવી શક્યો છું. આજે બંધારણ અને સંસદીય લોકશાહી બંને જોખમમાં છે. સત્તામાં રહેલા લોકો બંધારણમાં માનતા નથી. તેમણે સરકાર પર પ્રહાર કરતા એમ પણ કહ્યું કે, તેઓ બંધારણને બદલવા અને પોતાનું બંધારણ લાગુ કરવા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે.