Petrol Pump Fraud: આ ત્રણ પ્રકારે પેટ્રોલપંપ પર થાય છે ઠગવાનો ખેલ, કોઈ પણ નથી પકડી શકતા...

પેટ્રોલપંપ પર મશીનની સ્ક્રીન પર બે ડિસપ્લે જોવા મળશે જેમા એક Density ની વિશે હોય છે

પેટ્રોલની ડેન્સિટી 730 થી 800 હોય છે, તેજ રીતે ડીઝલની ડેન્સિટી 830 થી 900 કિલોગ્રામ પ્રતિ ઘનમીટર હોય છે

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
Petrol Pump Fraud: આ ત્રણ પ્રકારે પેટ્રોલપંપ પર થાય છે ઠગવાનો ખેલ, કોઈ પણ નથી પકડી શકતા... 1 - image
Image Envato 

તા. 5 ડિસેમ્બર 2023, મંગળવાર  

કાર હોય અથવા બાઈક દરેક વાહનમાં પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલપંપ પર તો દરેક લોકોને જતા હોય છે, પરંતુ તમે વાહનમાં ઈંધણ ભરાવા માટે જાઓ છો ત્યારે તમારે કેટલીક બાબતોની સાવધાની રાખવાની જરુર છે. તમે તમારા વાહનમાં જ્યાથી ઈંધણ ભરાવો છો ત્યા ખાસ સાવધાની રાખવાની જરુર છે, નહી તો તમારી આંખોની સામે ઠગાઈ થઈ જશે. બસ આ ખેલ છે માત્ર નજરનો, જો  તમે થોડી પણ નજર ફેરવી તો ઠગના શિકારથી નહી બચી શકો. આવો તમને જણાવીએ કે આખરે કઈ રીતે આ તમને લુંટે છે. 

મીટરમાં ઝીરો જોઈને સંતોષ ના માનશો

જ્યારે પણ તમે પેટ્રોલ કે ડીઝલ પુરાવા માટે પેટ્રોલપંપ પર જાઓ છો, તો પેટ્રોલપંપનો કર્મચારી તમને ઝીરો ચેક કરવાનું કહેતો હોય છે. પરંતુ તે ઝીરો જોઈ સંતોષ ના માનજો. ગાડીમાં પુરુ પેટ્રોલ ભરાઈ ગયું છે તેવા આંકડા તો તમને બતાવે જ છે, પરંતુ હકીકતમાં તેણે એ મીટર સાથે ચેડા કરેલા હોય છે, જે દ્વારા તમારી ઠગાઈ થતી હોય છે અને તમને જરા પણ ખ્યાલ પણ નથી આવતો. આ મીટરમાં એક ડિસપ્લે એવી પણ હોય છે કે જ્યા તમારે બરોબર નજર રાખવાની જરુરી છે. 

Density મીટર પર નજર રાખવી જરુરી છે 

ગ્રાહકોની સાથે ઠગાઈનો ખેલ વાહનમા નાખવામાં આવતા પેટ્રોલ- ડીઝલની શુદ્ધતા સાથે પણ જોડાયેલ છે. જેમા હેર-ફેર કરીને તમારી સાથે ચુનો લગાવવામાં આવે છે. પેટ્રોલપંપ પર મશીનની સ્ક્રીન પર બે ડિસપ્લે જોવા મળશે. જેમા એક Density વિશે હોય છે, જે ઈંધણની ક્વોલિટી એટલે કે શુદ્ધતા દર્શાવે છે. તેના પર ધ્યાન રાખી ગાડીમાં પેટ્રોલ-ડીઝલ પુરાવવું જોઈએ. 

આ રીતે કરવામા આવે છે ફ્રોડ

પેટ્રોલપંપ પર ડેન્સિટી માટે નક્કી કરવામાં આવેલા માપદંડ પ્રમાણે તેમા ફ્રોડ કરવામાં આવે છે. ડેન્સિટી સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તે પદાર્થની ધનત્વ દર્શાવે છે. કોઈ પણ પદાર્થના ઘનતા તપાસવામાં આવે છે તેને ડેન્સિટી કહેવામાં આવે છે. અને તેના આધારે જે તે પદાર્થની ક્લોલિટી સેટ કરવામાં આવે છે.  જેમ કે પેટ્રોલની ડેન્સિટી 730 થી 800 હોય છે. તેજ રીતે ડીઝલની ડેન્સિટી 830 થી 900 કિલોગ્રામ પ્રતિ ઘનમીટર નિર્ધારિત કરેલ હોય છે. પરંતુ કેટલાક પેટ્રોલપંપ માલિકો તેની સાથે ચેડા કરીને છેતરપિંડી કરતા હોય છે. 

જંપ ટ્રિક દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવે છે છેતરપિંડી 

પેટ્રોલપંપ પર વિવિધ પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. જેમા એક જંપ ટ્રિક દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. તમે જોયુ હશે કે મીટર 0થી સ્ટાર્ટ થયા પછી એકદમ 5-6 પર પહોચી જાય છે, અને વચ્ચે  2-3-4 નંબર આવતા જ નથી. આ રીતે જંપ ટ્રિક દ્વારા પેટ્રોલપંપ ધારકો ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે.


Google NewsGoogle News