'હું લોકસભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરું, કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવું', નિતિન ગડકરીનું મોટું નિવેદન

મહારાષ્ટ્રના વાશિમમાં ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓના ઉદઘાટન દરમિયાન નિતિન ગડકરીએ આ વાત કહી

કહ્યું કે આ વખતે તો અમે લોકોને ચા પણ નહીં પીવડાવીએ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
'હું લોકસભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરું, કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવું', નિતિન ગડકરીનું મોટું નિવેદન 1 - image

બેબાક નિવેદનો માટે જાણીતા પ્રસિદ્ધ ભાજપ નેતા (BJP) અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી તથા વરિષ્ઠ ભાજપ નેતા નિતિન ગડકરી (Nitin gadkari) એ કહ્યું કે તે ચૂંટણી પ્રચાર (loksabha election 2024) દરમિયાન તેમના લોકસભા ક્ષેત્ર નાગપુર (Nagpur)માં કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે લોકોને ચા પણ નહીં પીવડાવે. 

'હું લોકસભા ચૂંટણી માટે પ્રચાર નહીં કરું, કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવું', નિતિન ગડકરીનું મોટું નિવેદન 2 - image

પીએમ મોદીના નિવેદનને દોહરાવ્યું

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના વાશિમમાં ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓના ઉદઘાટન દરમિયાન નિતિન ગડકરીએ આ વાત કહી હતી. સાથે જ તેમણે વડાપ્રધાન મોદી (PM Modi) ના એ નિવેદનને પણ દોહરાવ્યું કે જેમાં તેઓ કહે છે કે ના ખાઈશ અને ન તો ખાવા દઈશ. 

ગડકરીએ કરી મોટી વાત 

ગડકરીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી માટે મેં નિર્ણય કર્યો છે કે કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાવીએ. લોકોને ચા પણ નહીં પીવડાવીએ. જેમણે વોટ આપવા છે તે વોટ આપશે અને જેમણે નથી આપવા તે નહીં આપે. ન તો હું લાંચ લઇશ અને ન તો કોઈને લેવા દઈશ. મને વિશ્વાસ છે કે હું ઈમાનદારીથી તમારા સૌની સેવા કરી શકીશ. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 




Google NewsGoogle News