Get The App

લદાખમાં -20 તો હિમાચલમાં -10 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન, ભારતના ટોપ-10 ઠંડા શહેરોની જુઓ યાદી

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
લદાખમાં -20 તો હિમાચલમાં -10 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન, ભારતના ટોપ-10 ઠંડા શહેરોની જુઓ યાદી 1 - image


Weather Update: ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે વર્ષના અંતે ઉત્તર ભારતમાં ઠંડીએ પણ પોતાનું જોર બતાવવા માંડ્યું છે. પશ્ચિમી વિક્ષોભની અસરથી પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ યથાવત્ છે. વળી, યોગ્ય સૂર્ય પ્રકાશ ન મળતાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 25 ડિસેમ્બરે લદ્દાખમાં તાપમાન ઘટતાં -20 સુધી પહોંચી ગયું છે, આ સાથે જ હિમાચલ પ્રદેશમાં માઇનસ 10 સુધી તાપમાનનો પારો ગગડ્યો છે. 

આજે આ 10 શહેર સૌથી ઠંડા

દેશનું સૌથી ઠંડુ શહેર આજે લદાખનું ન્યોમા છે, જ્યાં તાપમાન માઇનસ 20.3 રહ્યું. વળી, હિમાલયના તાબામાં તાપમાન માઇનસ 10.6 છે. આ સિવાય કાશ્મીરના બાલિસ્ટાન મુઝફ્ફરાબાદમાં તાપમાન માઇનસ 9.5 છે. મેદાની વિસ્તારની વાત કરીએ તો પંજાબના અદમપુરમાં તાપમાન 4 ડિગ્રી પહોંચી ગયું છે. જોકે, હરિયાણાના નારનૌલમાં તાપમાન 5.2 નોંધાયું છે. 

આ પણ વાંચોઃ 'તપાસ એજન્સી કોઈના લેપટોપ-મોબાઇલ એક્સેસ ના કરી શકે', સુપ્રીમકોર્ટે ED માટે 'લક્ષ્મણ રેખા' ખેંચી

હિમાચલના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન લાહોર-સ્પીતિના જનજાતીય વિસ્તારોમાં -10.6 ડિગ્રી સે. નોંધાયું છે. કાઝામાં તાપમાન -6.9 ડિગ્રી રહ્યું, જોકે કુકુમસેરીમાં -8.2 ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે. આઇએમડી અનુસાર, કિન્નોર જિલ્લાના રિકાંગ-પિઓમાં તાપમાન -0.9 ડિગ્રી સે. નોંધાયું છે.

આ પણ વાંચોઃ ઈન્દોરમાં બજરંગ દળનું અટકચાળું, પોલીસ સામે જ નગર નિગમના કર્મચારીઓને માર્યા, સરકારી વાહનોમાં તોડફોડ

મનાલીમાં પણ તાપમાન -0.3 ડિગ્રી સે. રહ્યું હતું. રાજ્યની રાજધાની શિમલામાં તાપમાન 2.0 ડિગ્રી સે. નોંધાયું હતું. જોકે, કુફરી અને નારકંડામાં 0.1 ડિગ્રી સે. અને -2.8 ડિગ્રી સે. નોંધાયું હતું. કિન્નોરના કલ્પામાં તાપમાન -4.0 ડિગ્રી સે. નોંધાયુ હતું અને ધર્મશાળામાં તાપમાન 5.02 ડિગ્રી સે. નોંધાયું હતું.



Google NewsGoogle News