‘નોકરી છોડો અથવા ટ્રાન્સફર કરાવો’ તિરુપતિ મંદિરના 18 બિન-હિન્દુ કર્મીઓને ટ્રસ્ટનો આદેશ
Tirupati Balaji Trust : તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે (TTD) બિન-હિન્દુ કર્મચારીઓ મુદ્દે આજે ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટીટીડીએ એક પ્રસ્તાવ પાસ કરીને આદેશ આપ્યો છે કે, બોર્ડમાં કામ કરતાં બિન-હિન્દુ કર્મચારીઓ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ (VRS) લઈ લે અથવા આંધ્રપ્રદેશના અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરે.’
બોર્ડે પ્રસ્તાવ સ્વીકાર્યો
બોર્ડના અધ્યક્ષ બી. આર. નાયડુએ કહ્યું કે, ‘અમે ટ્રસ્ટમાં સામેલ બિન-હિન્દુ કર્મચારીઓની યાદી બનાવી છે અને તેમને વિનંતી કરી છે કે, તેઓ વીઆરએસ લઈ લે અથવા સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરાવી લે. મેં સોમવારે બોર્ડમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને બોર્ડે સર્વસંમતિથી સ્વીકારી લીધો છે.’
ભાજપનું TTDના નિર્ણયનું સમર્થન
ભાજપ સાંસદ અને આંધ્રપ્રદેશના ભાજપા અધ્યક્ષ ડી. પુરંદેશ્વરીએ મંદિરમાંથી બિન-હિંદુ કર્મચારીઓને હટાવવાના ટીટીડીના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે અને નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, ‘જે લોકો હિન્દુ ધર્મનું સંપૂર્ણ સન્માન કરતા નથી, તેઓને મંદિરમાં ભૂમિકા મળ્યા બાદ વાસ્તવમાં પોતાની જવાબદારી પૂરી કરી શકતા નથી.’
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ ટીટીડીના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું કે, ‘ગેર-હિન્દુ કર્મચારીઓને આંધ્રપ્રદેશના અન્ય વિભાગોમાં તહેનાત કરવા જોઈએ.’