Get The App

VIDEO: કાર સાથે ટક્કર બાદ ફ્લાયઓવરથી ઊછળીને પિલરમાં અટકી યુવતી, માંડ માંડ બચ્યો જીવ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
Noida Accident



Noida Woman Stuck between Pillars: નોઇડામાં આજે (21 સપ્ટેમ્બર) સેક્ટર 20 પાસે આવેલા એક ફ્લાયઑવર પર ચોંકાવનારી ઘટના બની હતી. ઘટના જાણે એવી છે કે, કાર સાથે અકસ્માત થતાં સ્કૂટી સવાર એક યુવતી ફ્લાયઑવર પરથી ઉછળીને પિલરની વચ્ચે ફસાઇ ગઇ હતી. જો કે, ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ યુવતીને બચાવી હતી. હાલ આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ફાયર વિભાગની ટીમ યુવતીને રેસ્ક્યૂ કરતા જોવા મળે છે.


આ પણ વાંચોઃ જુઠ્ઠાણું ફેલાવી રહી છે BJP: અમેરિકામાં શીખ ધર્મ વિશે આપેલા નિવેદન મુદ્દે રાહુલ ગાંધીની સ્પષ્ટતા

ઘટનામાં યુવતી ઇજાગ્રસ્ત થઇ

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, યુવતી તેના મિત્ર નોઇડાથી ગાઝિયાબાદ જઇ રહી હતી. આ દરમિયાન તેમની સ્કૂટીનો અકસ્માત થતા યુવતી ફ્લાયઑવર પરથી ઉછળીને પિલર વચ્ચે ફસાઇ ગઇ હતી. જો કે, ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે યુવતી ફ્લાયઑવર પરથી નીચે પડવાને બદલે પિલર વચ્ચે ફસાઇ હતી. જે કારણસર કોઇ મોટી દુર્ઘટના ઘટી નહોતી. ત્યાર પછી પોલીસ અને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમે યુવતીને સુરક્ષિત રીતે બચાવી હતી. આ ઘટનામાં યુવતી ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિદ્રોહના એંધાણ: દિગ્ગજ દલિત નેતાને ભાજપે આપી ઑફર

શું છે સમગ્ર ઘટના?

ઘટનાની મળતી જાણકારી મુજબ, અભિષેક પ્રજાપતિ નામનો યુવક તેની મહિલા મિત્ર કિરણ સાથે નોઇડાથી પોતાના ઘર ગાઝિયાબાદ જઇ રહ્યો હતો. આ દરમિયાન જ્યારે તેઓ સેક્ટર 20 પાસે એક ફ્લાયઑવર પર પહોંચ્યા ત્યારે તેમના આગળ ચાલી રહેલી કારે અચાનક ટર્ન લેતા સ્કૂટી ચાલક અભિષેક નિયંત્રણ ગુમાવી ડિવાઇડર સાથે અથડાઇ ગયો હતો. જે પછી સ્કૂટી પર સવાર યુવતી કિરણ ઉછળીને પિલર વચ્ચે ફસાઇ ગઇ હતી. ઘટનાસ્થળ પર હાજર કેટલાક લોકોએ પોલીસ તેમજ ફાયર વિભાગમાં જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ અને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ક્રેનની મદદથી યુવતીને સુરક્ષિત રીતે પિલર પરથી નીચે ઉતારી હતી. આ ઘટનામાં યુવતી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.


Google NewsGoogle News