નોઈડા: મહિલા સાથે દુર્વ્યવહાર કરનાર BJP નેતા શ્રીકાંત ત્યાગી ફરાર
નવી દિલ્હી, તા. 06 ઓગસ્ટ 2022 શનિવાર
પોતાને ભાજપના નેતા ગણાવીને એક મહિલા સાથે દુર્વ્યવહાર કરવા અને રોફ જમાવનાર સ્થાનિક નેતા શ્રીકાંત ત્યાગી વીડિયો વાયરલ થયા બાદથી ફરાર છે. તેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે. પોલીસે ચાર ટીમ બનાવી છે. પોલીસે શ્રીકાંત ત્યાગીની પત્ની અને ડ્રાઈવર સહિત 4 લોકોની ધરપકડ કરી છે જ્યારે શ્રીકાંતની શોધખોળ ચાલુ છે.
આ સમગ્ર ઘટના નોઈડાના ગ્રેન્ડ ઓમેક્સ સોસાયટીની છે. અહીં શ્રીકાંત ત્યાગી અને એક મહિલા વચ્ચે પાર્કમાં તકરાર થઈ અને તે બાદ શ્રીકાંત ત્યાગીએ મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો. જેનો વીડિયો વાયરલ થઈ ગયો.
સાંસદ મહેશ શર્મા ગેન્ડ ઓમેક્સ પહોંચ્યા
આ દરમિયાન નોઈડાના ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા ગ્રેન્ડ ઓમેક્સ સોસાયટી પહોંચી ચૂક્યા છે. સોસાયટીના કોમન એરિયામાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર છે. પીડિત મહિલાએ મહેશ શર્મા સાથે વાત કરતા જણાવ્યુ, હુ માળી સાથે વાત કરી રહી હતી. તે ગાળો બોલવા લાગ્યો. તેને જેલ મોકલવો જોઈએ.
સાંસદ મહેશ શર્માએ કહ્યુ કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી બાદ પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા અને પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટના વિશે જાણકારી મેળવી છે. મે પોલીસ કર્મચારીઓને કહ્યુ છે તેની 48 કલાકમાં ધરપકડ કરવામાં આવે. પોલીસ કોર્ટમાંથી વોરન્ટ લેવા ગયા છે. આ તપાસનો વિષય છે કે શ્રીકાંત ત્યાગી કોણ છે.