Get The App

સરકારી બાબુઓને અનોખી સજા, વૃદ્ધને રાહ જોવડાવતા 20 મિનિટ સુધી ઊભા રહી કામ કરવા ફરમાન

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
Noida CEO punishes staff


Caught on camera: નોઈડાના રેસિડેન્સિયલ પ્લોટ વિભાગના સ્ટાફે વૃદ્ધને 20 મિનિટ સુધી કામ માટે રાહ જોવડાવતા અકળાયેલા સીઈઓએ 16 જણના આખા સ્ટાફને તેટલી જ મિનિટ સુધી ઊભા રહીને કામ કરવાનો આદેશ આપ્યો હતો. તેમા કેટલીક મહિલા કર્મચારીઓ પણ હતી.

લોકોએ અધિકારીના પગલાંની કરી પ્રસંશા 

સીઇઓએ સ્ટાફને આ સજા કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. લોકો સરકારી અધિકારીના આ પગલાંની પ્રશંસા કરી રહ્યા છે. નોઈડના રેસિડેન્સિયલ પ્લોટ વિભાગના સીઈઓ સ્ટાફ કાઉન્ટર પર લોકોને લાંબા સમય સુધી રાહ જોવડાવતો હોવાના પગલે નારાજ હતા.

IAS ઓફિસરની સ્ટાફને વૃદ્ધોને વધુ રાહ ન જોવડાવવાની સૂચના 

નોઇડાની ન્યુ ઓખલા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમન્ટ ઓથોરિટીની ઓફિસે લગભગ 65 સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. દરરોજે મોટી સંખ્યામાં લોકો તેમના કામ માટે ઓફિસની મુલાકાત લે છે. 2005ની બેચના આઈએએસ ઓફિસરે ગયા વર્ષે આ ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ વારંવાર કેમેરાના ફૂટેજ ચેક કરીને સ્ટાફને લોકોને અને તેમા પણ ખાસ કરીને વૃદ્ધોને વધુ રાહ ન જોવડાવવાની સૂચના આપતા હોય છે.

આ પણ વાંચો: 'લડાઈ મંત્રીપદની નહીં, અસ્મિતાની છે...', દિગ્ગજ નેતા બળવાના મૂડમાં, મહાયુતિનું ટેન્શન વધાર્યું

20 મિનિટ સુધી ઊભા રહી કામ કરવાની સજા

સોમવારે તેમણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કાઉન્ટર પર ઊભા હતા. તેણે તરત જ કાઉન્ટર પરની મહિલા કર્મચારીને જણાવ્યું કે તે આ વૃદ્ધ વ્યક્તિ પર ધ્યાન આપે અને તેને રાહ ન જોવડાવે. તેમણે મહિલા કર્મચારીને એમ પણ જણાવ્યું કે જો તેનું કામ ન થવાનું હોય તો તેને સ્પષ્ટ ના પાડી દો. 20 મિનિટ પછી સીઇઓએ જોયું કે વૃદ્ધ વ્યક્તિ હજુ પણ તે કાઉન્ટર પર ઊભા છે. તેનાથી નારાજ ઓફિસર તરત જ સ્ટાફની વચ્ચે પહોંચી ગયા અને તેઓને 20 મિનિટ સુધી ઊભા રહી કામ કરવાની સજા ફટકારી.

સરકારી બાબુઓને અનોખી સજા, વૃદ્ધને રાહ જોવડાવતા 20 મિનિટ સુધી ઊભા રહી કામ કરવા ફરમાન 2 - image


Google NewsGoogle News