કોવિડ વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસિનનો નોબલ પુરસ્કાર, જાણો કોને-કોને
કોરોનાને અટકાવવા mRNA વૈક્સીન બનાવનાર વૈજ્ઞાનિકો કૈટેલિક કૈરિકો અને ડ્રુ વેઇસમેનને મળ્યો પુરસ્કાર
આ વેક્સિન બનાવ્યા બાદ શરીરમાં થતા ઈમ્યૂન સિસ્ટમની અસર અને રિએક્શન બંનેને વૈજ્ઞાનિકો સમજી શક્યા
નવી દિલ્હી, તા.02 ઓક્ટોબર-2023, સોમવાર
Nobel Prize 2023 : વિશ્વભરમાં વર્ષ 2019-2020થી ફેલાયેલા કોવિડ વાયરસે (Covid-19) વિવિધ દેશોની અર્થવ્યવસ્થાની સાથે સાથે લોકોની પણ સ્થિતિ કફોડી કરી હતી... આ વાયરસને વિશ્વભરની અર્થવ્યવસ્થાને પાંગરુ કરી દીધું હતું... આ વાયરસના કારણે આખું વિશ્વ થંભી ગયું હતું.... એટલું જ નહીં કરોડો લોકોના મોત પણ આ વાયરસના કારણે થયા હતા... વૈજ્ઞાનિકોએ પણ આ વાયરસની દવા શોધવા તમામ પ્રયાસો કરતા રહ્યા હતા, ત્યારે Covid-19 મહામારીને ફેલાતી રોકવા mRNA વૈક્સીન બનાવનાર વૈજ્ઞાનિકો કૈટેલિક કૈરિકો (Katalin Kariko) અને ડ્રુ વેઇસમેન (Drew Weissman)ને મેડિસિનનું નોબેલ પુરસ્કાર મળ્યું છે. બંને વૈજ્ઞાનિકોએ વૈક્સિન દ્વારા વિશ્વભરના વૈજ્ઞાનિકોને વિચારસરણી બદલી નાખી... શરીરમાં થતા ઈમ્યૂન સિસ્ટમની અસર એટલે કે એક્શન અને રિએક્શન બંનેને વૈજ્ઞાનિકો સમજી શક્યા હતા...
mRNA વેક્સીનનો ફોર્મ્યૂલા વિકસાવ્યા બાદ વેક્સીન પણ બનાવાઈ
જયારે કોરોના વિશ્વભરમાં ફેલાયો તે સૌકોઈ મુશ્કેલીમાં મુકાયા હતા, તેની કોઈ સારવાર પણ ન હતી... વૈજ્ઞાનિકો દવાઓ શોધી રહ્યા હતા... તમામ દેશોની અર્થવ્યવસ્થા ભાંગી પડી હતી... કરોડો લોકોના જીવ ગયા... આવી સ્થિતિમાં કોરોનાથી બચવા આવી વેક્સિન વિકસીત કરવાનું તમામ વૈજ્ઞાનિકો પર દબાણ હતું... કોરોના વાયરસ શરીરમાં કેવી રીતે ફેલાઈ રહ્યો છે, તે શરીરના કયા ભાગમાં વધુ અસર કરી રહ્યો છે... આ બધી બાબતો સમજ્યા બાદ બંને વૈજ્ઞાનિકોએ mRNA વેક્સીનનો ફોર્મ્યૂલા વિકસાવ્યો... ત્યારબાદ વેક્સીન પણ બનાવાઈ... વાસ્તવમાં આપણી કોશિકાઓના ડીએનએને મેસેંજર RNA એટલે કે mRNAના રૂપમાં બદલવામાં આવ્યું, જેને ઈન વિટ્રો ટ્રાન્સક્રિપ્શન પણ કહેવામાં આવે છે. કૈટેલિક આ પ્રોસેસને 90ના દાયકાથી વિકસીત કરી રહી હતી. આ દરમિયાન ડ્રુ વેઇસમેન કેટેલિકના નવા સાથી બન્યા... જેઓ શ્રેષ્ઠ ઈમ્યૂનોલોજિસ્ટ છે... ત્યારબાદ બંનેએ મળીને ડેંડ્રિટિક સેલ્સની તપાસ કરી... કોવિડ દર્દીઓની ઈમ્યૂનિટી તપાસી... ત્યારબાદ વેક્સીનથી ઉત્પન થતા ઈમ્યૂન રેસપોન્સને વધાર્યું... તેમણે mRNA પ્રોસેસથી વેક્સીન બનાવી, જેનાથી લોકોને કોરોનામાંથી રાહત મળી...
કોણ છે કૈટેલિક કૈરિકો ?
1955માં હંગેરીની જોલનોકમાં કૈટેલિક કૈરિકોનો જન્મ થયો હતો. તેમણે 1982માં જેગેડ યૂનિવર્સિટીમાંથી પીએડી કરી, ત્યારબાદ હંગેરિયન એકેડમી ઓફ સાયન્સમાં પોસ્ટ ડોક્ટરોલ ફેલોશિપ પૂર્ણ કરી... ત્યારબાદ તેમણે ફિલાડેલ્ફિયાના ટેંપલ યુનિવર્સિટીમાં પોસ્ટ ડોક્ટોરલ રિસર્ચ પૂર્ણ કર્યું અને પછી તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેશર બની... 2013 બાદ કૈટેલિક BioNTech RNA ફાર્માસ્યુટિકલ કંપનીની સિનિયર વાઈસ પ્રેસિડે્ટ બની. 2021માં કોવિડ મહામારી દરમિયાન તેમણે કોરોનાની mRNA વેક્સીન બનાવી...
કોણ છે ડ્રુ વેઇસમેન ?
ડ્રુ વેઇસમેનનો જન્મ 1959માં મૈસાચ્યૂસેટ્સમાં થયો હતો. તેમણે 1987માં બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી અને એમડીની ડિગ્રી હાંસલ કરી... ત્યારબાદ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના બેથ ઈઝરાયલ ડિકોનેસ મેડિકલ સેન્ટર ક્લીનિકલ ટ્રેનિંગ કરતા રહ્યા... 1997માં ડ્રુ વેઇસમેને પોતાનું રિસર્ચ ગ્રુપ તૈયાર કર્યું... તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પેરેલમૈન સ્કૂલ ઓફ મેડિસિનમાં રિસર્ચ શરૂ કર્યું હતું... હાલ તેઓ પેન ઈન્સ્ટીટ્યૂટ ઓફ આરએનએ ઈનોવેશન્સના ડાયરેક્ટર છે.