Get The App

ભાજપને હવે કોઈ સમર્થન નહીં...: આ નેતાએ સાંસદોને નિર્દેશ આપતા રાજ્યસભામાં વધ્યું મોદી સરકારનું ટેન્શન

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Former CM Naveen Patnaik


BJP Not BJD Support: ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની જીત થઈ છે. ભાજપને બહુમતી સાથે રાજ્યમાં સરકારની રચના કરી છે. ત્યારે લાંબા સમયથી મુખ્યમંત્રી રહેલા બીજુ જનતા દળ (બીજેડી)ના વડા નવીન પટનાયક સત્તામાંથી બહાર થયા છે. નોંધનીય છે કે, સંસદમાં મોટાભાગના મામલામાં બીજેડી ભાજપની સાથે હતી. જો કે, હવે ચૂંટણી પરિણામો પછી બીજેડીએ હવે સંસદમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સામે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. નવીન પટનાયકે આ અંગે પોતાના રાજ્યસભાના સાંસદોને મહત્ત્વની સૂચનાઓ આપી છે.

નવીન પટનાયકે સાંસદોને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા કહ્યું

ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે (24મી જૂન) નવ રાજ્યસભા ભસ્યો સાથે બેઠક યોજી હતી. તેમણે સાંસદોને 27મી જૂનથી શરૂ થઈ રહેલા રાજ્યસભાના સત્ર દરમિયાન સક્રિય અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે સાંસદોને સંસદમાં રાજ્યના હિતોને લગતા મુદ્દાઓને યોગ્ય રીતે ઉઠાવવા કહ્યું છે.  

બીજેડીના નેતા આ મહત્ત્વના મુદ્દાઓ ઉઠાવશે

રાજ્યસભામાં બીજેડીના નેતા સસ્મિત પાત્રાએ જણાવ્યું હતું કે, 'આ વખતે સંસદમાં બીજુ જનતા દળના સાંસદો માત્ર વિવિધ મુદ્દાઓ ઉઠાવશે. જો કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર ઓડિશાના હિતોની અવગણના કરશે તો અમે આંદોલન કરવા પણ તૈયાર છે. સાંસદો રાજ્યમાં નબળી મોબાઈલ કનેક્ટિવિટી અને બેન્ક શાખાઓની ઓછી સંખ્યાનો મુદ્દો પણ ઉઠાવશે.'

'હવે ભાજપને સમર્થન નહીં'

બીજેડી નેતા સસ્મિત પાત્રાએ જણાવ્યું હતું કે, 'નવ સાંસદો રાજ્યસભામાં મજબૂત વિપક્ષ તરીકે કામ કરશે. હવે ભાજપને કોઈ સમર્થન નહીં મળે, પરંતુ માત્ર વિરોધની ભૂમિકા ભજવશે. અમે ઓડિશાના હિતોની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. ભાજપને સમર્થન કરવાનો સવાલ જ નથી.'


Google NewsGoogle News