પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને JMMની સાથે BJPની પણ વધારી મુશ્કેલી, આપ્યું ચોંકાવનારું નિવેદન
Jharkhand former cm champai soren Says no retirement plan : ઝારખંડના પુર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને કહ્યું કે, હું રાજકારણમાંથી સન્યાસ નહીં લઉ, કારણ કે અધુરા કાર્યો પૂરા કરવા માટે રાજકારણમાં રહેવું જરુરી છે. તેમજ ઝારખંડની જનતાનો સ્નેહ અને આગ્રહને ધ્યાનમાં રાખીને રાજકારણમાંથી સન્યાસ લેવાનો મારો પહેલાનો નિર્ણયને રદ કરુ છું." મંગળવાર મોડી રાત્રે મંત્રી ચંપાઈ સોરેન દિલ્હીથી વિમાન મારફતે કોલકતા પહોંચ્યા હતા. એ પછી ત્યાથી સરાયકેલા જિલ્લાના ગમ્હરિયા પ્રખંડ જિલિંગગોડામાં આવેલા તેમના નિવાસે પહોંચ્યાં હતા.
નિવૃત્તિનો કોઈ પ્લાન નથી, પૂર્વ CM ચંપાઈ સોરેન ઝારખંડ
તેમના નિવાસ પર સ્વાગત બાદ મોડી રાત સુધી સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તેમના નિવાસે પહોંચ્યા પછી મંત્રી ચંપાઈ સોરેને પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, " મુખ્યમંત્રીની ખુરશી છોડ્યા પછી 3 જુલાઈએ તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો, આજે પણ તેના પર અટલ છે. તેમણે કહ્યું કે, હવે નિવૃતિનો કોઈ પ્લાન નથી. બુધવારે સવારે તેમણે જીલિંગગોડા નિવાસસ્થાને ભેગી થયેલી કાર્યકર્તાઓની ભીડને નિયંત્રણ કરવા માટે વહીવટીતંત્રને ઘણી મહેનત કરવી પડી હતી.
મારી પાસે ત્રણ વિકલ્પ ઉપલબ્ધ હતા: ચંપાઈ સોરેન
આ દરમિયાન જીલિંગગોડા મેદાનમાં કાર્યકર્તાઓને સંબોધન કરતાં ચંપાઈએ કહ્યું કે, "મારી પાસે ત્રણ વિકલ્પ ઉપલબ્ધ હતા, જેમાં રાજકારણમાંથી સંન્યાસ લેવો શક્ય નથી. રાજ્યની જનતા અને કાર્યકરોનો આગ્રહ અને વિનંતી પર હવે સક્રિય રાજકારણમાં રહેવું પડશે. ત્યાર બાદ હવે તેમની પાસે બે વિકલ્પ છે, કે કોઈ સાથી (પાર્ટી) સાથે આગળ વધવું અથવા નવુ સંગઠન બનાવીને જનતાની સેવા કરવી. કારણ કે, મારુ ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે, જેનું વર્ણન કરવું મુશ્કેલ છે." તેમના નિવાસસ્થાનથી નીકળીને ચંપાઈ સોરેન મહુલડીહમાં આવેલા કાર્યાલય પર પણ ગયા, જ્યાં કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપના નેતાઓ ચંપાઈના વખાણ સાથે દબાણ પણ લાવી રહ્યા છે
એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, ચંપાઈ સોરેન પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જોકે, તેમણે ન તો તેનો સ્વીકાર કર્યો કે ન તો નકારી કાઢ્યો. ભાજપના નેતાઓ પણ ચંપાઈના વખાણ કરી રહ્યા છે અને તેમના પર દબાણ પણ લાવી રહ્યા છે. હવે જોવાનું રસપ્રદ એ રહેશે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા ચંપાઈનું રાજકારણ કઈ બાજુ વળાંક લે છે. હેમંત સોરેનની ધરપકડ બાદ મુખ્યમંત્રી બનેલા ચંપાઈનું કહેવું છે કે, તેમની મુક્તિ પછી હેમંત સોરેને તેમનું અપમાન કર્યું અને તેમને પદ પરથી હટાવી દીધા.