Get The App

OBC નોન-ક્રિમી લેયર આવક મર્યાદા વધારવાના પ્રસ્તાવ અંગે કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

જે ઉમેદવારના માતા-પિતાની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય, તેને જ નોન-ક્રિમી લેયરનો લાભ મળી શકે

OBC નોન-ક્રિમી લેયરમાં વાર્ષિક આવકની ગણતરી માટે પગાર અને કૃષિ આવકને આવક ગણવામાં આવતી નથી

Updated: Feb 7th, 2023

GS TEAM


Google News
Google News
OBC નોન-ક્રિમી લેયર આવક મર્યાદા વધારવાના પ્રસ્તાવ અંગે કેન્દ્ર સરકારે આપ્યો જવાબ 1 - image

નવી દિલ્હી, તા.07 ફેબ્રુઆરી-2023, મંગળવાર

કેન્દ્ર સરકારે લોકસભામાં મંગલવારે સ્પષ્ટતા કરી છે કે, OBC નોન-ક્રિમી લેયરની આવકની મર્યાદા વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેન્દ્ર કહ્યું કે, OBC નોન-ક્રિમી લેયરનો દરજ્જો નક્કી કરવા વર્તમાન 8 લાખ રૂપિયાની વાર્ષિક સમય મર્યાદા ‘પર્યાપ્ત’ છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વીરેન્દ્ર કુમારે નીચલા ગૃહમાં OBC નોન-ક્રિમી લેયરથી સંબંધિત એક પ્રશ્નનો લેખિત જવાબ આપતાં જણાવ્યું હતું. મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું કે, અત્યાર સુધીમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે નોન-ક્રિમી લેયરનો દરજ્જો નક્કી કરવા માટેની વાર્ષિક આવક મર્યાદામાં ચાર વખત સંશોધન કરાયું છે. 

નોન-ક્રિમી લેયરનો લાભ કોને મળી શકે ?

ઉલ્લેખનિય છે કે, ઓબીસી નોન-ક્રીમી લેયરનો લાભ લાભ લેનારા ઉમેદવારના માતા-પિતાની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. ત્યાર બાદ જ ક્રીમી લેયરની સ્થિતિ ધ્યાનમાં લેવાશે. બીજી તરફ વાર્ષિક આવકની ગણતરી માટે પગાર અને કૃષિ આવકને આવક તરીકે ગણાતી નથી.

કોંગ્રેસ નેતાએ કર્યો હતો આ સવાલ ?

દરમિયાન કોંગ્રેસ સભ્ય ડીન કુરિયાકોસે લોકસભામાં પ્રશ્ન કર્યો હતો કે, આગામી નાણાંકીય વર્ષ પૂર્ણ થયા પહેલા ઓબીસી અને નોન-ક્રિમી લેયરની વાર્ષિક આવક મર્યાદા વર્તમાન 8 લાખ રૂપિયાથી વધારી 12 લાખ રૂપિયાનો કોઈ પ્રસ્તાવ છે, જેના જવાબમાં મંત્રીએ કહ્યું કે, OBC નોન-ક્રિમી લેયર મર્યાદામાં સુધારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી, કારણ કે હાલની આવક મર્યાદા પર્યાપ્ત છે.

Tags :