Get The App

શું પેટ્રોલ-ડીઝલ પણ GST હેઠળ આવશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
શું પેટ્રોલ-ડીઝલ પણ GST હેઠળ આવશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ 1 - image


GST On Petrol Diesel: પેટ્રોલ અને ડીઝલનો હાલ જીએસટીમાં સમાવેશ કરવાની કોઈ તૈયારી નથી. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ જાણકારી આપી છે. રાજ્યસભામાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે જીએસટી કાઉન્સિલની ભલામણ જરૂરી છે. જીએસટી કાઉન્સિલમાં દેશના તમામ રાજ્ય સામેલ છે અને તેમણે અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાને લઈને કોઈ સલાહ કે ભલામણ નથી કરી. 

જીએસટી કાઉન્સિલે કર્યો ઈનકાર

પેટ્રોલિયમ મંત્રાલયે એવું પણ કહ્યું કે, જીએસટી કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર, 2024ના દિવસે થઈ હતી, જેમાં વિમાનમાં ઉપયોગમાં લેવાતા ઈંધણને જીએસટી હેઠળ લાવવા અંગે ચર્ચા થઈ હતી. પરંતુ,  જીએસટી કાઉન્સિલે આ ભલામણને નકારી દીધી હતી. 

આ પણ વાંચોઃ બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત કેમ નથી મોકલતા? ક્યાં સુધી જેલમાં રાખશો?, સુપ્રીમ કોર્ટનો સવાલ

શું પેટ્રોલ-ડીઝલનો જીએસટીમાં સમાવેશ થશે? 

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારને જ્યારે પણ આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો કે, શું પેટ્રોલ અને ડીઝલનો જીએસટીમાં સમાવેશને લઈને કોઈ વિચાર છે તો કેન્દ્ર સરકારે એવો જ જવાબ આપ્યો કે, તેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ કરશે. આ કાઉન્સિલમાં દેશના તમામ રાજ્યોના પ્રતિનિધિ હાજર છે.

આ પણ વાંચોઃ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને જાનથી મારવાની ધમકી, કહ્યું- સંન્યાસીને મોતથી શેનો ડર?

રાજ્યોએ કર્યો ઈનકાર

કેન્દ્ર સરકાર પહેલાં પણ કહેતી રહી છે કે, જ્યારે પણ આ મુદ્દો જીએસટી કાઉન્સિલ સામે આવ્યો તો તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એવામાં એવું કહેવું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ નથી લાવવા ઈચ્છતી તે ખોટું છે. કારણ કે, જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યોના પ્રતિનિધિ છે, જો તે આ પ્રસ્તાવને નકારે છે તો કેન્દ્ર સરકાર જીએસટી કાઉન્સિલની મંજૂરી વિના પેટ્રોલ અને ડીઝલનો જીએસટી હેઠળ સમાવેશ ન થઈ શકે.


Google NewsGoogle News