ના OTP, ના કોઈ ક્લિક, કોલથી સાંસદના પૈસા ઉડી ગયા, જાણો નેતાજી સાથે કેવી રીતે થયું ફ્રોડ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ના OTP, ના કોઈ ક્લિક, કોલથી સાંસદના પૈસા ઉડી ગયા, જાણો નેતાજી સાથે કેવી રીતે થયું ફ્રોડ 1 - image


Image Source: Twitter

- દયાનિધિ મારને પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું કે, તેમની સાથે 99,999 રૂપિયાનું ફ્રોડ થયુ

નવી દિલ્હી, તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર

Cyber Alert: ટેક્નોલોજીના વધતા પ્રભાવની સાથે તેનો દુરુપયોગ પણ ગુનાખોર માનસિકતા ધરાવતા લોકો કરવામાં આવે છે. જેના કારણે હાલમાં સાયબર ક્રાઈમના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે સાયબર ફ્રોડનો એક નવો મામલો સામે આવ્યો છે. DMK સાંસદ દયાનિધિ મારન (DMK MP Dayanidhi Maran) સાયબર ફ્રોડનો શિકાર બની ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમણે ન તો કોઈની સાથે પોતાનો OTP શેર કર્યો હતો કે ન તો કોઈ લિંક પર ક્લિક કર્યું હતું તેમ છતાં તેઓ સાયબર ફ્રોડનો શિકાર બની ગયા છે. સાંસદ દયાનિધિ મારન પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ ડીએમકે અધ્યક્ષ એમ કરુણાનિધિના પૌત્ર છે. આ મામલે સાંસદ દયાનિધિ મારને પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું કે, તેમની સાથે 99,999 રૂપિયાનું ફ્રોડ થયુ છે.

ત્રણ અલગ-અલગ નંબર પરથી કોલ આવ્યા

સાંસદે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમની પત્નીને ત્રણ અલગ-અલગ નંબર પરથી કોલ આવ્યા. કોલ કરનાર શખ્સે સાંસદના પત્ની પ્રિયા મારનને OTP શેર કરવા માટે કહ્યું. જોકે, તેમણે OTP શેર ન કર્યો. દયાનિધિ મારને જણાવ્યું કે, તેમનું Axis Bankમાં પોતાની પત્ની સાથે એક જોઈન્ટ એકાઉન્ટ છે પરંતુ તેમની પત્નીનો નંબર આ એકાઉન્ટ સાથે લિંક નથી.

એકાઉન્ટમાંથી 99,999 રૂપિયા કપાય ગયા

દયાનિધિ મારને પોલીસને જણાવ્યું કે, કોલ કરનાર પ્રથમ વ્યક્તિ હિન્દીમાં વાત કરી રહ્યો હતો તેથી તેના પત્નીએ જ તેની સાથે વાત કરી. ત્યારબાદ તેમની પત્નીને બે અલગ-અલગ નંબરો પરથી કોલ આવ્યો. ત્રીજો કોલ કટ થયાના થોડી જ વારમાં તેમની પાસે મેસેજ આવ્યો કે, તેમના સેવિંગ એકાઉન્ટમાંથી 99,999 રૂપિયા કપાય ગયા છે. આ રકમ એક જ ટ્રાન્જેક્શનમાં ડેબિટ થઈ હતી.

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

પોલીસે દયાનિધિ મારનના કેસની તપાસ હાથ ધરી છે. સાયબર ફ્રોડના આ કેસથી દરેક વ્યક્તિને સાવધાન રહેવાની જરૂર છે. સાયબર ગુનાઓ અંગે તકેદારી વધી હોવા છતાં સાયબર સ્કેમર્સ અવનવી તકનિકો અપનાવી રહ્યા છે. સાયબર ફ્રોડથી બચવા માટે હંમેશા સતર્ક રહો. કોઈપણ પ્રકારના ફ્રોડ બાદ તરત જ સાયબર પોલીસનો સંપર્ક કરવો જોઈએ.


Google NewsGoogle News