બેંકોનાંં દંડાત્મક ચાર્જિસ પર જીએસટી વસૂલ નહીં કરાય
ઓનલાઇન પ્લેટફોર્મ પર પેમેન્ટ એગ્રીગેટર્સ દ્વારા કરાતા રૃ. ૨૦૦૦ સુધીના ટ્રાન્ઝેકશન ઉપર પણ જીએસટીે નહીં
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ની સ્પષ્ટતા
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
બેંકો અને નોન બેકિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) દ્વારા
લગાવવામાં દંડાત્મક ચાર્જિસ પર જીએસટી વસૂલ કરવામાં આવશે નહીં તેમ સીબીઆઇસીએ એક
નિવેદનમાં જણાવ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ સર્ક્યુલર
દ્વારા સ્પષ્ટતા કરી છે કે ઓનલાઇન પ્લેટફોર્મ પર પેમેન્ટ એગ્રીગેટર્સ દ્વારા કરવામાં
આવતા ૨૦૦૦ રૃપિયા સુધીના ટ્રાન્ઝેકશન ઉપર પણ જીએસટી વસૂલ કરવામાં આવશે નહીં.
બેંકો અને એનબીએફસી દ્વારા લગાવવામાં આવતા દંડાત્મક ચાર્જિસ
પર જીએસટી અંગે સ્પષ્ટતા કરતા સીબીઆઇસીએ જણાવ્યું છે કે કરારની શરતોનું ભંગ કરવા
બદલ આ ચાર્જિસ વસૂલ કરવામાં આવતા હોવાથી તેના પર જીએસટી લગાવી શકાય નહીં.
સીબીઆઇસીએ વધુમાં જણાવ્યું છે કે ૫૫મી જીએસટી કાઉન્સિલની ભલામણોને
આધારે સ્પષ્ટતા કરીએ છીએ કે બેંકો અને એનબીએફસી દ્વારા લગાવવામાં આવતા દંડાત્મક ચાર્જિસ
પર જીએસટી વસૂલ કરાશે નહીં.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સીબીઆઇસીની આ સ્પષ્ટતા
મહત્ત્વપૂર્ણ છે. આ સ્પષ્ટતાથી ફિલ્ડ લેવલે વિવિધ પ્રકારના વિવાદોનો અંત આવશે.