રાજ્યસભા અધ્યક્ષ ધનખડ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ રદ, કહ્યું- 14 દિવસની નોટિસ નહોતી આપી
No-Confidence Motion: રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રદ કરવામાં આવી છે. ત્યારબાદ તેની પાછળનું કારણ છે કે, અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ઓછામાં ઓછા 14 દિવસ પહેલાં આપવી જરૂરી છે, જે આપવામાં નહતી આવી. તેથી, રાજ્યસભાના ઉપાધ્યક્ષે ટેક્નિકલ આધારે વિપક્ષના આ પ્રસ્તાવને રદ પ્રસ્તાવ રદ કરી દીધો છે. આ સાથે જ વિપક્ષનો દાવ ચાલી ન શક્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉપાધ્યક્ષ હરિવંશે નિર્ણય સંભળાવતા કહ્યું કે, આ પ્રસ્તાવ બીજા સૌથી મોટા બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિની સામે એક નેરેટિવ બનાવવા માટે લાવવામાં આવ્યો હતો.
આ કારણે રદ થયો પ્રસ્તાવ
ઉપાધ્યક્ષ હરિવંશે અસ્વીકૃતિનું કારણ જણાવતા કહ્યું કે, 14 દિવસની નોટિસ, જે આ પ્રસ્તાવ રજૂ કરવા માટે અનિવાર્ય છે, જે આપવામાં નથી આવી. સભાપતિ જગદીપ ધનખડનું નામ પણ બરાબર નથી લખવામાં આવ્યું.
ધનખડે વિપક્ષ પર લગાવ્યો આરોપ
ગત અઠવાડિયે ઉપસભાપતિ જગદીપ ધનખડને પદથી દૂર કરવા સંબંધિત પ્રસ્તાવના મુદ્દે રાજ્યસભામાં સત્તા પક્ષ અને વિપક્ષમાં આરોપ-પ્રત્યારો ચાલી રહ્યાં છે. જેના કારણે થયેલાં ભારે હંગામા બાદ ઉપલાં ગૃહની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. કાર્યવાહી સ્થગિત થતાં પહેલાં ધનખડે વિપક્ષ પર તેમની સામે દિવસ-રાત અભિયાન ચલાવવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, હું એક ખેડૂતનો દીકરો છું અને ક્યારેય કમજોર નહીં પડુ. આખો દિવસ સભાપતિની સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે... આ અભિયાન મારી સામે નથી, આ એ વર્ગની સામે અભિયાન છે, જેની સાથે હું જોડાયેલો છું.
જગદીપ ધનખડે આ વિશે વધુમાં કહ્યું કે, 'હું વ્યક્તિગત રૂપે આ કારણે દુઃખી છું કે, મુખ્ય વિપક્ષી જૂથે તેને સભાપતિની વિરોધમાં અભિયાનના રૂપે રજૂ કર્યું. તેઓને મારી સામે પ્રસ્તાવ લાવવાનો અધિકાર છે. આ તેમનો બંધારણીય અધિકાર છે, પરંતુ તેઓ બંધારણીય જોગવાઈઓથી ભટકી રહ્યાં છે.'