Get The App

દેશભરના તબીબોની સુરક્ષાને લઈને કેન્દ્રનો કડક આદેશ: 48 કલાકમાં રિપોર્ટ અને તરત તપાસના નિર્દેશ, એડવાઇઝરી જાહેર

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
દેશભરના તબીબોની સુરક્ષાને લઈને કેન્દ્રનો કડક આદેશ: 48 કલાકમાં રિપોર્ટ અને તરત તપાસના નિર્દેશ, એડવાઇઝરી જાહેર 1 - image


National Medical Commission issued advisory :નેશનલ મેડિકલ કમિશને તમામ મેડિકલ કોલેજો અને સંસ્થાઓ માટે કામ કરવા માટે સુરક્ષિત વાતાવરણ તૈયાર કરવા એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાની સૂચના બાદ આ જારી કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે એડવાઈધરીમાં શું શું કહેવામાં આવ્યું હતું...

1. હાલમાં જ મેડિકલ કોલેજોમાં ડોક્ટરો સામે હિંસાની ઘટનાઓ સામે આવી છે. તમામ મેડિકલ કોલેજોને અપીલ કરવામાં આવે છે કે કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં ફેકલ્ટી, મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો સહિત તમામ સ્ટાફ માટે સલામત કામનું વાતાવરણ ઊભું કરવામાં આવે. તેમજ  કેમ્પસ અને રહેણાંક ક્વાર્ટર્સમાં OPD, વોર્ડ, અકસ્માત, હોસ્ટેલ અને અન્ય ખુલ્લા વિસ્તારોમાં સુરક્ષાના પૂરતા પગલાં સુનિશ્ચિત કરવા જોઈએ. કર્મચારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સલામત રીતે જઈ શકે તે માટે કોરિડોર અને પરિસરમાં સાંજે યોગ્ય પ્રમાણમાં રોશની હોવી જોઈએ. આ સિવાય મોનિટરિંગ માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ.
દેશભરના તબીબોની સુરક્ષાને લઈને કેન્દ્રનો કડક આદેશ: 48 કલાકમાં રિપોર્ટ અને તરત તપાસના નિર્દેશ, એડવાઇઝરી જાહેર 2 - image

2. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં OPD, વોર્ડ, અકસ્માત, લેબર રૂમ, હોસ્ટેલ અને રહેણાંક ક્વાર્ટર્સ અને અન્ય ખુલ્લા વિસ્તારોમાં પૂરતો સુરક્ષા સ્ટાફ (પુરુષ અને સ્ત્રી) તૈનાત કરવો જોઈએ. આ સાથે પૂરતા પ્રમાણમાં સુરક્ષાના પગલાઓ પૂરા પાડવા જોઈએ.

3. મેડિકલ વિદ્યાર્થીઓ સામે હિંસાની કોઈપણ ઘટનાની કોલેજ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ. પોલીસમાં FIR દાખલ થવી જોઈએ. હિંસાની કોઈપણ ઘટના અંગેનો વિગતવાર કાર્યવાહી રિપોર્ટ ફરજિયાતપણે નેશનલ મેડિકલ કમિશન (NMC) ને ઘટનાના 48 કલાકની અંદર મોકલવો જોઈએ.


Google NewsGoogle News