Get The App

ભાજપના અનેક નિર્ણયોથી નીતિશની પાર્ટી નારાજ, રાજધર્મની યાદ અપાવી, બિહારમાં ફરી થશે 'ખેલ'?

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ભાજપના અનેક નિર્ણયોથી નીતિશની પાર્ટી નારાજ, રાજધર્મની યાદ અપાવી, બિહારમાં ફરી થશે 'ખેલ'? 1 - image


Image: Facebook

Bihar Politics: મહારાષ્ટ્રમાં ગુરુવારે મહાયુતિ સરકારની રચના થઈ. દેવેન્દ્ર ફડણવીસે સીએમ તો એકનાથ શિંદે અને અજીત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. શપથ ગ્રહણના મંચ પર NDA નું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું. આ શપથ ગ્રહણમાં ભાજપ અને એનડીએ શાસિત પ્રદેશોના સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર રહ્યા. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ આ શપથ ગ્રહણમાં ભાગ લીધો. નીતીશ કુમારે સ્ટેજ પર ઉત્સાહભેર પીએમ મોદી સાથે મુલાકાત કરી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે જ્યારે મુંબઈમાં આ બંને નેતાઓની મુલાકાત થઈ રહી હતી ત્યારે બિહારમાં નીતીશની પાર્ટી જેડીયુ ભાજપને રાજધર્મની યાદ અપાવી રહી હતી દરમિયાન રાજકીય ગલિયારોમાં અટકળો અને ચર્ચાઓનો સમય શરૂ થઈ ગયો.

આસામમાં હિમંત બિસ્વા સરમા સરકારે તાજેતરમાં જ બીફ બેન કરી દીધું. આસામ સરકારના આદેશ અનુસાર હોટલ-રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર બીફ પરોસવામાં આવશે નહીં. ભાજપ સરકારના આ નિર્ણયનો જેડીયુએ ખૂબ વિરોધ કર્યો. કેન્દ્ર અને બિહારમાં ભાજપની સહયોગી પાર્ટી જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું, ભારતનું બંધારણ સૌને ખાવા-પીવાની આઝાદી આપે છે. હોટલ કે જાહેર સ્થળો પર બીફ બેનનું અમે સમર્થન કરતાં નથી. તેનાથી સમાજમાં તણાવ ફેલાશે  જે પહેલેથી જ ખૂબ વધું છે.

આ પણ વાંચો: ખેડૂતો આંદોલનથી ગભરાઈ સરકાર: દિલ્હીની બોર્ડર પર કડક સુરક્ષા, અંબાલામાં ઈન્ટરનેટ, સ્કૂલ-કોલેજો બંધ

આ નિર્ણય રાજધર્મ વિરુદ્ધ

આ સિવાય જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને પણ આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો. તેમણે કહ્યું, લોકોને ખાવા-પીવાની આઝાદી હોવી જોઈએ. તેમણે આ નિર્ણયને રાજધર્મ વિરુદ્ધ ગણાવતાં સમજથી પરે ગણાવ્યો. સરકારને આનાથી કોઈ મતલબ હોવો જોઈએ નહીં કે લોકો શું ખાઈ રહ્યાં છે અને શું પહેરી રહ્યાં છે.?

ખેડૂતોના મુદ્દે પણ અલગ રાહ પર જેડીયુ

નીતીશ કુમારની પાર્ટી જેડીયુ સમયાંતરે ભાજપના નિર્ણયનો વિરોધ કરતી આવી છે. તાજેતરમાં જ વક્ફ બોર્ડ સંશોધન બિલના મુદ્દે જેડીયુએ તટસ્થ વલણ અપનાવ્યું હતું. જોકે, કાવડ યાત્રા દરમિયાન દુકાનો પર નેમપ્લેટના નિર્ણયનો ખુલીને વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હવે ખેડૂત આંદોલનના મુદ્દે પણ જેડીયુએ ભાજપથી અલગ વલણ અપનાવ્યું છે. જેડીયુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના તે નિવેદનનું સમર્થન કર્યું. જેમાં તેમણે કૃષિ મંત્રી શિવરાજ સિંહને પૂછ્યું હતું કે ખેડૂતોને આપેલા વચનોને કેમ પૂરા ન કરી શકી સરકાર?

2025 ચૂંટણી પહેલા ફરી થશે 'ખેલ'

આમ તો ભાજપના સમર્થનથી સરકાર બનાવ્યા બાદ નીતીશ કુમાર ઘણી વખત ખુલ્લા મંચથી કહી ચૂક્યા છે કે આ વખતે તે ક્યાંય જશે નહીં પરંતુ બિહારના રાજકારણમાં જેટલી વખત નીતીશ કુમારે પલટી મારી છે. તેનાથી એ અંદાજો લગાવી શકાતો નથી કે ક્યારે NDAથી તેનો મોહભંગ થઈ જશે. જેડીયુ દ્વારા સમયાંતરે ભાજપ શાસિત પ્રદેશોના નિર્ણય પર સવાલ ઉઠાવવો પણ એનડીએ ગઠબંધન માટે યોગ્ય સંકેત નથી. બિહારમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે, દરમિયાન જેડીયુ કયા પક્ષમાં રહીને ચૂંટણી લડશે તેનો અંદાજો અત્યારથી લગાવવો ઉતાવળ હશે.


Google NewsGoogle News