રાજકીય ગુલાંટ બાદ નીતિશ કુમારની લાલુ-તેજસ્વી સાથે પહેલી મુલાકાતનો VIDEO ચર્ચામાં
- નીતિશ કુમારે હસતા-હસતા લાલુ યાદવ સાથે મુલાકાત કરી
Image Source: Twitter
પટના, તા. 15 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર
બિહારમાં JDU અને RJDની મહાગઠબંધન સરકારમાં તૂટ અને નવી JDU-BJP સરકાર બન્યા બાદ ગુરુવારે લાલુ યાદવ અને નીતીશ કુમારનો પહેલીવાર આમનો-સામનો થયો હતો. આ દરમિયાન લાલુની સાથે તેજસ્વી યાદવ પણ હાજર હતા. સમર્થકોના સૂત્રોચ્ચાર વચ્ચે બંને નેતાઓએ હસતા હસતા એકબીજા સાથે મુલાકાત કરી હતી.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર વિધાનસભામાંથી બહાર આવી રહ્યા છે અને લાલુ યાદવ પોતાના દીકરા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે અંદર જઈ રહ્યા છે.
રાબડી દેવી અને તેજપ્રતાપ પણ હતા સાથે
તેમની પાછળ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવ પણ હાજર હતા. બીજી તરફ વીડિયોમાં જોઈ અને સાંભળી શકાય છે કે, RJD સમર્થકો લાલુ-રાબડી જિંદાબાદ, તેજસ્વી યાદવ જિંદાબાદના નારા લગાવી રહ્યા છે.
આ વચ્ચે સીએમ નીતિશ કુમાર સીડી ઉતરતા એકદમ લાલુ યાદવની સામે આવી જાય છે. તેઓ હસતા-હસતા લાલુ યાદવ સાથે મુલાકાત કરે છે.
સીએમ નીતિશે પોતાના બંને હાથથી લાલુના બંને હાથ પકડીને કંઈક કહ્યું. જો કે સમર્થકોના સૂત્રોચ્ચાર વચ્ચે એ ન સમજાયું કે, મુખ્યમંત્રી શું કહી રહ્યા છે.
#WATCH | Patna: Bihar CM Nitish Kumar, RJD Chief Lalu Prasad Yadav & former deputy CM Tejashwi Yadav at Bihar Vidhan Sabha. pic.twitter.com/8yXbpGq32a
— ANI (@ANI) February 15, 2024
હસતા ચહેરા સાથે હાથ જોડીને નમસ્કાર
ત્યારબાદ સીએમ નીતીશ કુમાર તેજસ્વી સામે જુએ છે અને બંને નેતાઓ એકબીજાને કંઈક કહે છે. ત્યારબાદ તેજસ્વીની સામે ઉભેલા નીતિશ કુમાર પોતાના બંને હાથ જોડીને લાલુ યાદવ તરફ જુએ છે અને તેમને નમસ્કાર કરતા પોતાની કારના દરવાજા સુધી પહોંચી જાય છે.
આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારનો પોતાની કાર સામે ઊભેલા પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સાથે પણ આમનો-સામનો થાય છે. બંને એક-બીજાને હસતા-હસતા હાથ જોડી નમસ્કાર કરે છે. ત્યારબાદ સીએમ પોતાની કારમાં બેસી જાય છે.