'નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે', ચિરાગ પાસવાને કર્યો દાવો, CMના દીકરા અંગે જાણો શું કહ્યું
Chirag Paswan Big Statement: નીતિશ કુમાર ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી બનશે. આ દાવો કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને શનિવારે કર્યો છે. આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચિરાગે દાવો કર્યો કે, વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની વાળા ગઠબંધન NDAની જીત બાદ JDUની જીત બાદ અધ્યક્ષ નીતિશ કુમાર 'ફરીથી બિહારના મુખ્યમંત્રી બનશે.'
પાસવાને પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'તેઓ નીતિશ કુમારના દીકરા નિશાંતના રાજનીતિમાં આવવાનું સ્વાગત કરશે. તેમણે RJD નેતા તેજસ્વી યાદવના એ દાવાની ટીકા કરી છે કે તેમને (નિશાંતના રાજનીતિમાં આવવાથી) રોકવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે.'
'નિશાંત રાજનીતિમાં આવે છે તો સ્વાગત કરીશ'
એલજેપીના પ્રમુખ પાસવાને કહ્યું કે, 'જો નિશાંત રાજનીતિમાં આવવા ઈચ્છે છે તો હું તેમનું સ્વાગત કરીશ. પરંતુ આ તેમને વ્યક્તિગત નિર્ણય હશે. જ્યાં સુધી તેજસ્વી યાદવનો સવાલ છે. તેમને એ સમજવું જોઈએ કે વિધાનસભામાં વિપક્ષના નેતા હોવાના નાતે તેમને જવાબદારી સાથે બોલવું જોઈએ.'
આ પણ વાંચો: અચાનક નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા રાહુલ ગાંધી, કુલીઓના હાલચાલ પૂછ્યા
તેમણે કહ્યું કે, 'જો તેજસ્વી યાદવને મુખ્યમંત્રીના દીકરા વિરૂદ્ધ ષડયંત્રનો એટલો વિશ્વાસ છે તો તેમને જાહેરમાં ટિપ્પણી કરવાના બદલે નીતિશ કુમારને મળવું જોઈએ અને જે પણ માહિતી તેમની પાસે છે, તેને આપવી જોઈએ.'
આ પણ વાંચો: 'લગ્નમાં 10થી વધુ લોકો ડાન્સ કરે તો ધરપકડ, આવા કાયદા અમે હટાવ્યા', બોલ્યા PM મોદી