નીતીશ કુમારે I.N.D.I.A વિપક્ષી ગઠબંધનથી રાખ્યું અંતર, દીનદયાલ ઉપાધ્યની જન્મજયંતિની ઉજવણીમાં રહેશે હાજર

નીતીશ કુમારના આ પગલા પર તેમની પાર્ટી JDUની સ્પષ્ટતા પણ સામે આવી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
નીતીશ કુમારે I.N.D.I.A વિપક્ષી ગઠબંધનથી રાખ્યું અંતર, દીનદયાલ ઉપાધ્યની જન્મજયંતિની ઉજવણીમાં રહેશે હાજર 1 - image


આજે હરિયાણાના કૈથલમાં ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી તૌ દેવી લાલની જન્મજયંતિ પર INLD (ઈન્ડિયન નેશનલ લોકદળ) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિપક્ષ ગઠબંધન I.N.D.I.Aના  નેતાઓની પણ હાજરી જોવા મળી છે. એવામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આ કાર્યક્રમમાં હાજરી આપવાના નથી. 

નીતિશ કુમારની ગેરહાજરીથી તર્કવિતર્ક શરુ 

હરિયાણામાં આયોજિત આ કાર્યક્રમમાં જયારે વિપક્ષી જમાવડો પણ હાજર રહ્યો છે ત્યારે બિહારના મુખ્યમંત્રી આ કાર્યક્રમ છોડી પટનામાં આયોજિત પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપવાનો નિર્ણય કર્યો છે. નીતિશના આ પગલાને રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યા છે અને તેને લઇ ઘણા તર્કવિતર્ક ચાલી રહ્યા છે.

નીતીશ કુમારની ગેરહાજરી અંગે JDUની સ્પષ્ટતા

નીતીશ કુમારના આ પગલા પર તેમની પાર્ટી JDUની સ્પષ્ટતા પણ સામે આવી છે. JDUના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, નીતીશ કુમાર તેમના પૂર્વજોનું સન્માન કરે છે. નીતીશ કુમારે આજે જ કેબિનેટની બેઠક પણ બોલાવી છે, જેના લીધે તે તેમના કૈથલ કાર્યક્રમમાં હાજરી નહિ આપી શકે. આ વાતની પુષ્ટિબાદ રાજકારણમાં ઘણા તર્કવિતર્કો ચાલી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આના પર વિપક્ષ ગઠબંધન I.N.D.I.A દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે.



Google NewsGoogle News