VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગીત વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો
Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. આ કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રગીત થઈ રહ્યું હતું તો તે પોતાની પાસે ઊભેલા મુખ્યમંત્રીના પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકી રહ્યા હતા અને કંઈક વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નીતિશ કુમાર જ્યારે દીપક કુમારને વારંવાર હાથ લગાવીને બોલાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે દીપક થોડા અસહજ જોવા મળ્યા હતાં અને તેમણે નીતિશ કુમારને સાવધાનની મુદ્રામાં ઊભા રહેવાનું કહ્યું હતું. પરંતુ, નીતિશ કુમાર તેમ છતાં ન માન્યા અને ફરી એ જ વાતનું પુનરાવર્તન કર્યું.
વાઈરલ વીડિયો પર વિપક્ષના પ્રહાર
જ્યાં સુધી રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યાં સુધી નીતિશ કુમાર ફાંફા મારતા રહ્યાં અને રાષ્ટ્રગીત ખતમ થતા પહેલાં જ બંને હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું. મુખ્યમંત્રી નીતિશ કુમારની આ હરકત હવે નિશાના પર આવી ગઈ છે. RJD ના સુપ્રીમો લાલુ પ્રસાદે નીતિશ કુમારના આ વીડિયોને ટ્વિટ કરીને કહ્યું કે, 'રાષ્ટ્રગીતનું અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન. બિહારવાસીઓ હજુપણ કંઈ વધ્યું છે?'
આ પણ વાંચોઃ પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા
બીજી બાજું તેજસ્વી યાદવે પણ નીતિશ કુમારે આ હરકતને લઈને તેમના પર પ્રહાર કર્યા હતા અને તેમને માનસિક રૂપે અચેત જણાવ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું કે, 'મહેરબાની કરીને રાષ્ટ્રગીતનું તો અપમાન ન કરો. માનનીય મુખ્યમંત્રી જી. યુવા, વિદ્યાર્થી, મહિલા અને વડીલોને તો પ્રતિદિન અપમાનિત કરતા જ રહે છે. ક્યારેક મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર તાળી વગાડીને તેમનું અપમાન કરે છે તો ક્યારેક રાષ્ટ્રગીતનું! PS: તમને યાદ અપાવી દઈએ કે તમે એક મોટા પ્રદેશના મુખ્યમંત્રી છે. ગણતરીની સેકન્ડ માટે પણ તમે માનસિક અને શારીરિક રૂપે સ્થિર નથી અને તમારૂ આ પ્રકારે અચેત અવસ્થામાં આ પદ માટે રહેવું પ્રદેશ માટે ખૂબ ચિંતાજનક વાત છે. બિહારને વારંવાર આ પ્રકારે અપમાનિત ન કરો.'