VIDEO : વિધાનસભામાં માંઝી પર ભડક્યા નીતિશ, કહ્યું ‘મારી મુર્ખામીથી બન્યા હતા CM, તેમને જરાય સેન્સ નથી’

વિધાનસભામાં અનામત બિલ પર ચર્ચા દરમિયાન માંઝીની વાત સાંભળતા જ ભડકી ઉઠ્યા નીતિશ

નીતિશની ભાષાને અપમાનજનક કહી માંઝી ગૃહમાંથી બહાર નિકળી બોલ્યા, ‘નીતિશનું મગજ ઠીક નથી’

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
VIDEO : વિધાનસભામાં માંઝી પર ભડક્યા નીતિશ, કહ્યું ‘મારી મુર્ખામીથી બન્યા હતા CM, તેમને જરાય સેન્સ નથી’ 1 - image

બિહાર, તા.09 નવેમ્બર-2023, ગુરુવાર

બિહાર વિધાનસભા (Bihar Assembly)માં મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી (Jiten Ram Manjhi) વચ્ચે ભારે ગરમાગરમી થઈ છે. નીતિશે માંઝી પર આકરા પ્રહારો કરી મુર્ખ, સેન્સ સહિતના શબ્દોનો મારો ચલાવ્યો, તો માંઝીએ પણ નીતિશ પર આક્રમક જોવા મળ્યા. ચર્ચા દરમિયાન નીતિશ કુમારે એવું કહી દીધું કે, મારી (નીતિશ) મુર્ખામીના કારણે માંઝી મુખ્યમંત્રી બન્યા.

માંઝીની વાત સાંભળતા જ ભડકી ઉઠ્યા નીતિશ

વિધાનસભામાં અનામત બિલ (Reservations Bill) પર ચર્ચા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ કહ્યું કે, અમે વસ્તી ગણતરી યોગ્ય રીતે થઈ હોવાનું માનતા નથી. જો ડેટા ખોટો હશે તો યોગ્ય લોકો સુધી લાભ નહીં પહોંચે. માંઝીની આટલી વાતો સાંભળતા જ નીતિશ કુમાર તુરંત ભડક્યા. તેમણે કહ્યું કે, આ માણસ (માંઝી)ને કોઈ આઈડિયા છે ? આને અમે મુખ્યમંત્રી બનાવી દીધો હતો, કહેતો હોય છે, તે મુખ્યમંત્રી હતો... આ શું મુખ્યમંત્રી હતો... આ મારી મુર્ખામીથી સીએમ બન્યો હતો. તેને જરાય સેન્સ નથી. આજે તે ગવર્નર બનવા માંગે છે, તેથી આડી-અવડી વાતો કરે છે.

નીતિશનું મગજ ઠીક નથી : માંઝી

ત્યારબાદ નીતિશની ભાષાને અપમાનજનક કહી માંઝી ગૃહમાંથી બહાર નિકળી ગયા. તેમણે કહ્યું કે, હવે નીતિશ કુમારનું મગજ ઠીક નથી. તેઓ જેમ-તેમ બોલવા લાગ્યા છે. માંઝીએ કહ્યું કે, હું તેમનાથી વધુ અનુભવી છું.

આજે બિહાર વિધાનસભામાં પસાર થયું હતું 75% અનામત આપતું બિલ

આ અગાઉ બિહાર વિધાનસભામાં અનામત વધારવાનું બિલ સર્વસંમતિથી પસાર થયું છે. બિહાર સરકારે અનામતનો વ્યાપ 60 ટકાથી વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો જે ધ્વનિ મતે પસાર થયો છે. બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% અનામતની જોગવાઈ છે. હાલમાં બિહારમાં આરક્ષણ મર્યાદા 50 ટકા છે. EWSને આનાથી અલગથી 10 ટકા અનામત મળતું હતું. હવે આ બિલ પસાર ખયા બાદ 50 ટકા અનામતના બદલે હવે કુલ 65 ટકા અનામત મળશે. ઉપરાંત EWS માટે 10 ટકા અનામત અલગ રહેશે. એટલે કે હવે અનામતનો વ્યાપ 60 ટકાથી વધીને 75 ટકા થયો છે. અગાઉ બિહારમાં નીતિશ કુમારની કેબિનેટે અનામતનો વિસ્તાર વધારવાની મંજૂરી આપી હતી.

કોને કેટલી અનામત મળશે?

બિહાર વિધાનસભામાંથી અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અત્યંત પછાત અને પછાત વર્ગને 30 ટકા અનામત મળતું હતું, પરંતુ નવી મંજૂરી મળ્યા બાદ તેમને 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે અગાઉ અનુસૂચિત જાતિ વર્ગને 16 ટકા અનામત હતું જે હવે તેમને 20 ટકા મળશે. અનુસૂચિત જનજાતિ વર્ગને એક ટકા અનામત હતું જે હવે તેમને બે ટકા અનામતનો લાભ મળશે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે પછાત જનરલ કેટેગરી (EWS) માટે 10 ટકા અનામત ઉમેરીને કુલ  75 ટકા કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News