Get The App

વક્ફ બિલ મુદ્દે નીતિશ કુમારના મૌનથી અનેક તર્ક-વિતર્ક, ભાજપ અને JDU વચ્ચે વધશે તકરાર?

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
JDU


JDU President Nitish Kumar: અસમમાં બીફ પર પ્રતિબંધ લાદવામાં આવતાં બિહારમાં હોબાળો થયો છે. બિહારનો સત્તાકીય પક્ષ જેડીયુના નેતા અને પ્રવક્તાએ અસમમાં બીફ પ્રતિબંધના નિર્ણયને રાજધર્મનું અપમાન ગણાવી વિરોધ કર્યો છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને અસમ સરકારના આ નિર્ણય પ્રત્યે અસહમતિ દર્શાવી છે. તેમજ બંધારણમાં ખાનપાનની સ્વતંત્રતાનો હવાલો આપતાં સરકારની ટીકાઓ કરી રહ્યા છે. પરંતુ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમાર આ મામલે મૌન ધારણ કરી બેઠા છે.

બિહારમાં જેડીયુ અને ભાજપ વચ્ચે અસમમાં બીફ પ્રતિબંધ મુદ્દે છેડાયેલો વિવાદ વકરી રહ્યો છે, પરંતુ નીતિશ કુમારે કોઈ દખલગીરી કરી નથી. તેઓએ પક્ષના નેતાઓ સાથે જોડાવાના બદલે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આમ આદમી પાર્ટી પણ ભાજપ અને નીતિશ વચ્ચેનું રાજકારણ સમજી શકી નથી કે, નીતિશ ભાજપ પ્રત્યે નારાજ છે કે, પછી મૂક સમર્થન આપી રહ્યા છે.

નીતિશ સેક્યુલર વિચારધારા ધરાવતા નેતા

નીતિશ કુમાર સેક્યુલર વિચારધારા ધરાવતાં નેતા છે. તેઓ સર્વધર્મ સમાનમાં માને છે. જેથી અસમ સરકારના બીફ પ્રતિબંધના નિર્ણય વિરૂદ્ધ તેમનું મૌન ઘણુ બધુ કહી રહ્યું છે. જેડીયુના અન્ય નેતાઓએ આ મામલે હોબાળો કર્યો છે. પરંતુ તેમણે આંખ આડા કાન કર્યા છે.

આ પણ વાંચોઃ દિલ્હીની 40 શાળાઓને બોમ્બની ધમકીથી હડકંપ: વિદ્યાર્થીઓને પરત મોકલી તપાસ શરૂ 

વક્ફ પર નીતિશ કુમારનું મૌન

મુસ્લિમોની સંપૂર્ણ વોટબેન્ક નીતિશ કુમારને મળતી નથી. તેમણે બિહારમાં મુસ્લિમ સમુદાય માટે જેટલા કામ કર્યા છે, તેના લીધે જેડીયુના ખાતામાં મત આવે છે. વક્ફ બોર્ડ સુધારા બિલ પર સંસદમાં જેડીયુના મંત્રી લલનસિંહ ભાજપ સાથે ઉભા છે. પરંતુ જેડીયુના મુસ્લિમ નેતાઓ નીતિશ પર દબાણ બનાવી રહ્યા છે. અમુકે તો ધમકી પણ આપી છે કે, સમય પર બિલનો વિરોધ ન કર્યો તો તેના પરિણામ ભોગવવા તૈયાર રહેજો.

નીતિશ ભાજપ સાથે કે પણ છેડો ફાડશે?

નીતિશ કુમારના સ્વભાવ અને સિદ્ધાંત સમજવા મુશ્કેલ બન્યા છે. રાજકારણના નિષ્ણાતો પણ જાણી શકવામાં અસમર્થ બન્યા છે કે, આખરે નીતિશ કુમારના મનમાં શું ચાલી રહ્યું છે. તેઓ તેમની સેક્યુલર વિચારધારાને છોડી રહ્યા છે કે, પછી અડગ રહેશે. જો અડગ રહેશે તો તેમણે અસમમાં બીફ પર પ્રતિબંધનો વિરોધ કરવો પડશે. બિહારના મુસ્લિમોની વોટ બેન્ક માટે તેમણે આ વિરોધ કરવો પડશે.

જેડીયુનું ભગવાકરણ

જેડીયુના સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરે ચૂંટણી બાદ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું એવા લોકોના કામ નહીં કરે, જેણે મને મત આપ્યો નથી. મત ન આપનારામાં મુસ્લિમો અને યાદવ સમુદાય છે. નીતિશ કુમાર ત્યારે પણ મૌન ધારણ કરી બેઠા હતા. સામાન્ય રીતે નીતિશ કુમાર ઉગ્ર અને આક્રમક નેતા છે.પરંતુ તેઓનું હવે દરેક બાબતોમાં મૌન ધારણ સસ્પેન્સ પેદા કરે છે. લોકોએ અટકળો લગાવી છે કે, જેડીયુનું ભગવાકરણ થઈ રહ્યું છે. અને તેમનું મૌન એ રાજકારણનો જ હિસ્સો છે. ઉલ્લેખનીય છે, નીતિશ જ્યારે જ્યારે લાંબા સમય સુધી મૌન ધારણ કરે છે, ત્યારે રાજકારણમાં વાવાઝોડું આવ્યું છે. 

વક્ફ બિલ મુદ્દે નીતિશ કુમારના મૌનથી અનેક તર્ક-વિતર્ક, ભાજપ અને JDU વચ્ચે વધશે તકરાર? 2 - image


Google NewsGoogle News