બિહારમાં મહારાષ્ટ્ર જેવી સ્થિતિ નથી! નીતિશ કુમાર ભાજપ માટે મહત્ત્વપૂર્ણ, ફરી CMના દાવેદાર
Bihar Election: હરિયાણા, મહારાષ્ટ્ર અને હવે દિલ્હીમાં મોટી જીત હાંસલ કર્યાં બાદ ભાજપે બિહારમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં ભાજપ અને જેડીયુ ગઠબંધનમાં એકસાથે ચૂંટણી લડશે. ભાજપે 2025 ની વિધાનસભા ચૂંટણી માટે નીતિશ કુમારને ગઠબંધનના નેતા માની લીધા છે.
બિહારમાં ગઠબંધન યથાવત
એક વરિષ્ઠ નેતાએ સ્પષ્ટ કરી દીધું કે, બિહારમાં નીતિશ કુમારને ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવશે. રાજ્યના સામાજિક, જાતિગત અને રાજકીય સમીકરણોને જોતા ભાજપ મજબૂત એનડીએ સાથે ચૂંટણી લડવા ઈચ્છે છે.
ભાજપે દિલ્હીમાં બે બેઠક જેડી(યુ) અને લોજપા(રામવિલાસ)ને આપવાની સ્પષ્ટતા કરી દીધી છે. જીત કે હાર જે પણ હોય પરંતુ, ભાજપ બિહારમાં તે પોતાની સહયોગી પાર્ટીને સંપૂર્ણ રીતે સાથે રાખશે. જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને લઈને ચાલી રહેલી અટકળોને ભાજપના નેતૃત્વએ નકારી દીધી છે અને કહ્યું કે, એનડીએ એકસાથે જ છે.
આ પણ વાંચોઃ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ? 15 નામ શોર્ટલિસ્ટ કરાયા, હવે પીએમ મોદી કરશે અંતિમ નિર્ણય!