તો શું આ કદાવર નેતા બનશે I.N.D.I.Aના સંયોજક? નીતીશ કુમારે ઓફર ફગાવતાં રાજકીય ગરમાવો

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
તો શું આ કદાવર નેતા બનશે I.N.D.I.Aના સંયોજક? નીતીશ કુમારે ઓફર ફગાવતાં રાજકીય ગરમાવો 1 - image


Nitish Kumar declines convenor of INDIA alliance : આજે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A)ની એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એનસીપીના વડા શરદ પવાર, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત કુલ 10 પક્ષના નેતાએ ભાગ લીધો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં નીતીશ કુમારે ગઠબંધન I.N.D.I.Aના સંયોજક બનવાનો ઈનકાર કરી દીધો છે. 

નીતીશ કુમારે પ્રસ્તાવનો અસ્વીકાર્ય કર્યો

લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે રયાયેલી 26 વિપક્ષોના ગઠબંધનની એક મહત્ત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને આ ગઠબંધનના સંયોજક બનાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેનો તેમણે અસ્વીકાર્ય કર્યો હતો. આ બેઠકમાં ભાગ લેનારા સંજય ઝાના જણાવ્યા અનુસાર નીતીશ કુમારે બેઠકમાં કહ્યું હતું કે 'મને કોઈ હોદ્દામાં  રસ નથી'. 

બેઠકમાં લોકસભા ચૂંટણી માટે શીટની વહેંચણીની કોઈ ચર્ચા થઈ ન હતી : સંજય ઝા

આ ઉપરાંત સંજય ઝાએ કહ્યું હતું કે ‘આ બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે બેઠકની વહેંચણી અંગે કોઈ ચર્ચા થઈ નથી. રાહુલ ગાંધીએ બેઠકમાં તમામ નેતાને ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા એક પ્રસ્તાવ મૂક્યો હતો.’ બીજી તરફ, એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઠબંધન ઈન્ડિયાના સંયોજક બની શકે છે.  ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. તેમની પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે આ બેઠક અંગે મમતા બેનરજીને થોડા સમય પહેલા જ જાણ કરવામાં આવી હતી, જેથી તેમના કેટલાક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને કારણે તે આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આ સિવાય મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં સામેલ થયા ન હતા.


Google NewsGoogle News