Get The App

નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો, આ રાજ્યમાં ભાજપ સાથે ગઠબંધન તોડ્યું!

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો, આ રાજ્યમાં ભાજપ સાથે ગઠબંધન તોડ્યું! 1 - image


JD(U) Withdraws Support In Manipur: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુએ બુધવારે મણિપુરની ભાજપ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. મણિપુરમાં મુખ્યમંત્રી એન. બીરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. મળતી માહિતી અનુસાર, જેડીયુએ ઔપચારિક રૂપે મણિપુરથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. 

નોંધનીય છે કે, મણિપુરમાં જેડીયુ 2022થી ભાજપ સાથે ગઠબંધનમાં હતું, પરંતુ હવે તેણે સત્તાધારી પાર્ટી ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. 2022માં જેડીયુના છ માંથી પાંચ ધારાસભ્યોએ ભાજપનું સમર્થન કર્યું હતું, જેનાથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની હતી. જોકે, હવે જેડીયુએ ભાજપ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચતો ઔપચારિક પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે.

આ પણ વાંચોેઃ VIDEO: CM યોગીએ ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડુબકી, કેબિનેટ મંત્રીઓ સાથે કરી પૂજા-અર્ચના

સરકારની સ્થિરતા પર નહીં થાય અસર

જેડીયુનું સમર્થન પરત ખેંચ્યા બાદ પણ મુખ્યમંત્રી બીરેન સિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારની સ્થિરતા પર કોઈ અસર નહીં થાય. રાજ્ય વિધાનસભામાં ભાજપની બહુમતિ એટલી મજબૂત છે કે, તે કોઈપણ રાજકીય પાર્ટીના વિક્ષેપ વિના સત્તામાં રહી શકે છે. નોંધનીય છે કે, મણિપુર વિધાનસભામાં કુલ 60 બેઠકોમાંથી ભાજપ પાસે 37 બેઠકો છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સમક્ષ કેજરીવાલની સાત માંગ, દેશમાં પહેલી વાર મધ્યમ વર્ગનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યાનો દાવો

મણિપુરના રાજકારણમાં નવો વળાંક

જેડીયુનું સમર્થન પરત ખેંચ્યા બાદ મણિપુરના રાજકારણમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. જોકે, ભાજપ સરકારના કાર્યો અને નિર્ણયો પર તેનો પ્રભાવ તાત્કાલિક રૂપે જોવા મળશે નહીં.



Google NewsGoogle News