Get The App

નીતીશ બાદ I.N.D.I.A ને વધુ એક ઝટકો લાગશે! રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ડાબેરી નેતાનો દાવો

સીપીઆઈએમના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે દાવો કર્યો કે મમતા બેનરજી હવે ગઠબંધનને છોડવાનો ઈરાદો ધરાવે છે

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
નીતીશ બાદ I.N.D.I.A ને વધુ એક ઝટકો લાગશે! રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ડાબેરી નેતાનો દાવો 1 - image


Bharat jodo Nyay yatra and Loksabha election news | I.N.D.I.A ગઠબંધનને વધુ એક મોટો આંચકો લાગવાની તૈયારી છે. નીતીશ કુમાર બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી પર ગઠબંધન સાથે છેડો ફાડી શકે છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર સતત હુમલા વચ્ચે ડાબેરી પક્ષોના નેતાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ ટૂંક સમયમાં જ I.N.D.I.A ગઠબંધનથી કિનારો કરી લેશે. 

રાહુલ ગાંધી સાથે બેઠકમાં કર્યો દાવો 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પ.બંગાળ પહોંચી ગઇ છે. ગુરુવારે ડાબેરી કાર્યકરો અને સમર્થકોની એક ભીડ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ હતી. સીપીઆઈ (એમ) ના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે પાર્ટીની કેન્દ્રીય સમિતિના સભ્ય સુજન ચક્રવર્તી અને અન્ય નેતાઓ સાથે રઘુનાથગંજ ખાતે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. 

કોણે કર્યો આ દાવો? 

સીપીઆઈએમના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે દાવો કર્યો કે ડાબેરી પક્ષો આરએસએસ-ભાજપ અને અન્યાય વિરુદ્ધ લડાઈનો હિસ્સો બનવા માટે કોંગ્રેસની આ યાત્રામાં જોડાયા છે. અમે ભાજપ અને આરએસએસ સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધીની યાત્રા પણ તેના માટે જ છે. અમે ભારતના લોકતંત્રને બચાવવા માગીએ છીએ. આપણે આ યાત્રા પ્રત્યે એકજૂટતા બતાવવી પડશે. ઉલ્લેખનીય છે કે સલીમ અને રાહુલ ગાંધી વચ્ચે આશરે 45 મિનિટ સુધી બેઠક ચાલી હતી. 

નીતીશ બાદ I.N.D.I.A ને વધુ એક ઝટકો લાગશે! રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ડાબેરી નેતાનો દાવો 2 - image


Google NewsGoogle News