Get The App

VIDEO: સંસદમાં ચરણસ્પર્શ પછી નીતિશે તપાસી PM મોદીની આંગળીઓ, નાલંદાનો આ વીડિયો વાયરલ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
VIDEO: સંસદમાં ચરણસ્પર્શ પછી નીતિશે તપાસી PM મોદીની આંગળીઓ, નાલંદાનો આ વીડિયો વાયરલ 1 - image


Image Source: Twitter

PM Modi and CM Nitish Viral Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસર પર એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ત્રીજી વખત વડાપ્રધાનનો કાર્યકાળ સંભાળ્યાના 10 દિવસમાં હું બિહારના નાલંદા પહોંચ્યો છું. નાલંદા આવવું એ મારું સૌભાગ્ય છે. પુસ્તકો ભલે આગની જ્વાળામાં સળગી ગયા હોય પરંતુ જ્ઞાનને નાબૂદ ન કરી શકાય. નાલંદાનું આ નવું કેમ્પસ માત્ર દેશને જ નહીં પરંતુ વિશ્વને પણ ભારતની ક્ષમતાનો પરિચય કરાવશે. આ અવસર પર વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહ્યા હતા. નાલંદા યુનિવર્સિટીના આ કાર્યક્રમનો એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, સીએમ નીતિશ ખૂબ જ જિજ્ઞાસાથી પીએમ મોદીની આંગળી જોતા નજર આવી રહ્યા છે. ત્યારબાદ બંને હસતા નજર આવી રહ્યા છે. 


નીતિશ કુમારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કર્યા હતા

થોડા દિવસો પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કર્યા હતા. હવે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસના ઉદ્ધાટનના અવસર પર આયોજિત કાર્યક્રમમાં CM નીતિશ કુમાર મંચ પર પીએમ મોદીની આંગળીઓ તપાસતા નજર આવ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે સીએમ નીતિશ કુમાર પીએમ મોદીનો હાથ પોતાના હાથમાં લઈને તેમની આંગળીઓ તપાસી રહ્યા છે. આ દરમિયાન તેમની વચ્ચે થોડી વાતચીત થઈ અને પછી બંને નેતાઓ હસે છે. હવે તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા

સંસદમાં NDA નેતાઓની બેઠક દરમિયાન ગઠબંધનના તમામ ઘટક દળોના નેતાઓ સંસદમાં હાજર હતા. તે દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. જોકે, પીએમ મોદીએ પૂરી નમ્રતા સાથે તેમને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. લોકોના એક વર્ગે સીએમ નીતીશ દ્વારા પીએમ મોદીના ચરણસ્પર્શવાની આકરી ટીકા કરી હતી. એક સમયે નીતિશ કુમારની નજીક રહેલા પ્રશાંત કિશોરે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે 13 કરોડ લોકોના નેતા અમારું ગૌરવ અને સન્માન છે, પરંતુ આખા દેશ સામે ઝૂકીને મુખ્યમંત્રી બની રહેવા માટે આ વ્યક્તિ નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કરી રહ્યા છે. જ્યારે તેમના હાથમાં જ કેન્દ્ર સરકારની ચાવી છે. આ વ્યક્તિએ મોદીના ચરણસ્પર્શ કરીને બિહારનું માથું શરમથી ઝૂકાવી દીધું.



Google NewsGoogle News