શું નીતિશ અને નાયડુ સાથ આપે તો બની શકે કોંગ્રેસની સરકાર? સમજો બેઠકોનું ગણિત

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
શું નીતિશ અને નાયડુ સાથ આપે તો બની શકે કોંગ્રેસની સરકાર? સમજો બેઠકોનું ગણિત 1 - image


Loksabha Election Result: લોકસભા ચૂંટણી 2024માં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને ચંદ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપીએ આકર્ષક પ્રદર્શન કર્યું છે. જેડીયુએ બિહારમાં 12 બેઠક અને ટીડીપીએ આંધ્રપ્રદેશમાં 16 બેઠકો પર જીત હાંસલ કરી છે. આ વખતે ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમત મળ્યો નથી. જો કે, ભાજપના નેતૃત્વ હેઠળનું ગઠબંધન એનડીએએ બહુમતના આંકડો ક્રોસ કર્યો છે. જેને 292 બેઠક મળી છે. ભાજપની બેઠકો ઓછી હોવાથી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડૂની માગ વધી છે. બંને પક્ષો સાથે એનડીએ ઉપરાંત I.N.D.I.A. ગઠબંધન પર સતત સંપર્ક કરી રહ્યો છે.

શું I.N.D.I.A. ગઠબંધન સરકાર બનાવશે?

હવે પ્રશ્ન એ છે કે, શું નિતિશ અને નાયડૂનો સાથ મળ્યો તો I.N.D.I.A. ગઠબંધન સરકાર બનાવી શકશે. ચૂંટણી પંચ અનુસાર, I.N.D.I.A. ગઠબંધને 234 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે બહુમતનો આંકડો 272 છે. એવામાં I.N.D.I.A. ગઠબંધનને સરકાર બનાવવામાં વધુ 38 બેઠકની જરૂર છે. ટીડીપી અને જેડીયુની બેઠકો મળે તો પણ તે 28 છે. જેનાથી I.N.D.I.A. ગઠબંધન 262 બેઠક સુધી પહોંચી શકશે. સત્તામાં આવવા માટે તેને વધુ 10 બેઠકની જરૂર પડશે.

શું I.N.D.I.A.ને આ સાંસદોનો સાથ મળશે?

અન્યમાં જે 17 સાંસદ છે. તે મહત્ત્વપૂર્ણ છે. જેમાં ઉત્તર પ્રદેશના નગીના બેઠકમાંથી જીતનાર ચંદ્રશેખર આઝાદ, AIMIMના અસરૂદ્દીન ઓવૈસી, અને બિહારના પૂર્ણિમાથી જીતનાર પપ્પુ યાદવ સામલે છે. જેઓ જરૂર પડવા પર I.N.D.I.A. ગઠબંધનનો સાથ આપી શકે છે. તો પણ I.N.D.I.A. ગઠબંધન સરકાર બનાવી શકશે નહીં.

4 અપક્ષના ઉમેદવારોનું બેકગ્રાઉન્ડ કોંગ્રેસનું

અપક્ષના જીત હાંસલ કરનાર ચાર અપક્ષના ઉમેદવારો એવા છે, કે જેમનું બેકગ્રાઉન્ડ કોંગ્રેસ કે તેની સહયોગી પાર્ટીઓનું છે. જેમાં લદ્દાખમાંથી જીતનાર મોહમ્મદ હનીફા, ખડૂર સાહિબથી જીતનાર અમૃતપાલ, ફરિદકોટના સરબજીત સિંહ ખાલસા સામેલ છે. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ અને સરબજીત સિંહ ભાજપમાં તો નહીં જ જોડાય, તેથી તેઓ I.N.D.I.A. ગઠબંધનનો સાથ આપી શકે છે. આ સિવાય અન્ય અપક્ષના ઉમેદવારો પર પણ નજર રાખી શકે છે.

I.N.D.I.A. ગઠબંધનને સરકાર બનાવવા વધુ 1 સાંસદની જરૂર

I.N.D.I.A. ગઠબંધન 234 + નીતિશ (12) + નાયડૂ (16) + પપ્પુ યાદવ (1) + AIMIM (1) + ચંદ્રશેખર આઝાદ (1) + સરબજીત સિંહ ખાલસા + અમૃતપાલ + એન્જિનિયર રાશિદ + મોહમ્મદ હનીફા + પટેલ ઉમેશભાઈ + વિશાલ પાટિલને જોડીએ તો પણ I.N.D.I.A. ગઠબંધનની કુલ બેઠક 271 થાય છે. તેને બહુમતી મેળવવા વધુ એક સાંસદની જરૂર પડશે.

  શું નીતિશ અને નાયડુ સાથ આપે તો બની શકે કોંગ્રેસની સરકાર? સમજો બેઠકોનું ગણિત 2 - image



Google NewsGoogle News