બિહારમાં નીતિશ કેબિનેટના વિસ્તરણ પહેલાં ભાજપના દિગ્ગજ નેતાનું મંત્રીપદેથી રાજીનામું
Bihar Nitish Kumar Cabinet Expansion: બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. આજે સાંજે 4 વાગ્યે રાજ્યપાલ નીતીશ મંત્રીમંડળના નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. કેબિનેટ વિસ્તરણ પહેલા જ દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
નવા 4 મંત્રી ભાજપના હોઈ શકે
દિલીપ જયસ્વાલ ભાજપના બિહાર એકમના પ્રમુખ પણ છે. આ કેબિનેટ વિસ્તરણમાં, ભાજપના ક્વોટાના ચાર મંત્રીઓ પદ અને ગુપ્તતાના શપથ લઈ શકે છે. નવા મંત્રીઓની યાદીમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ તેમજ રાજુ યાદવનું નામ પણ સામેલ હોવાની ચર્ચા છે. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. આજે સાંજે 4 વાગ્યે રાજ્યપાલ નીતીશ મંત્રીમંડળના નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. કેબિનેટ વિસ્તરણ પહેલા જ દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
બિહાર ભાજપાધ્યક્ષે જણાવ્યું હતું કે, કેબિનેટ વિસ્તરણ કરવાનો અધિકાર મુખ્યમંત્રીનો છે. દિલિપ જયસ્વાલે મુખ્યમંત્રીને મોકલેલું રાજીનામું સ્વેચ્છિક છે. તેઓ સ્વેચ્છાએ મંત્રી પદ છોડવા માગે છે. તેમની પાસે મહેસૂલ અને જમીન સુધારણા વિભાગની જવાબદારી હતી. નીતિશ કુમાર કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે ચાર વાગ્યે થશે. જેમાં ભાજપના ચાર મંત્રીઓ શપથ લેશે.
સુત્રો અનુસાર, બિહાર કેબિનેટ વિસ્તરણમાં જેડીયુના ક્વોટામાંથી કોઈ મંત્રી બનાવવામાં આવ્યા નથી. સાંજની મિટિંગના ભાગરૂપે બિહાર સરકારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી આવાસ પર સીએમ નીતિશ કુમારની મુલાકાત કરી હતી. સમ્રાટ ચૌધરીના આવાસ પર આ મુદ્દે ભાજપ નેતાઓની બેઠક ચાલી રહી છે.