Get The App

નીતીશ કુમારે વડાપ્રધાન મોદીને થેન્ક્યુ કહેતા રાજકીય , જાણો શા માટે માન્યો આભાર

નીતીશ કુમારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને શ્રેષ્ઠ ગણાવ્યો

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
નીતીશ કુમારે વડાપ્રધાન મોદીને થેન્ક્યુ કહેતા રાજકીય , જાણો શા માટે માન્યો આભાર 1 - image



કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સમ્માનિત કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. નીતીશ કુમારે મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. નીતીશ કુમારે એક પોસ્ટ મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તે પહેલા તેમણે પોસ્ટમાં વડાપ્રધાનના નામનો ઉલ્લેખ નહોતો કર્યો. હવે નીતીશ કુમારની આ પોસ્ટ ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમણે વડાપ્રધાન મોદીને થેન્ક્યુ કહેતા જ રાજકારણ ગરમાયું છે.

હું હંમેશા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરતો હતો: નીતીશ કુમાર

નીતીશ કુમારે મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ફેસબુક પર પોસ્ટ શેર કરી હતી. તેમાં તેમણે લખ્યું કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને મહાન સમાજવાદી નેતા સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ સમ્માન મળવું એ ખૂબ ખુશીની વાત છે. કર્પૂરીને તેમની 10મી જન્મ જયંતિ પર ભારત રત્નથી સમ્માનિત કરવા બદલ દલિતો, વંચિતો અને પછાત વર્ગના લોકોમાં સકારાત્મક ભાવ ઉત્પન્ન કરશે. હું હંમેશા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરતો હતો. વર્ષો બાદ આ માંગ પૂરી થઈ છે. 

નીતીશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

નીતીશ કુમારે આ પોસ્ટ રાત્રે લગભગ 9:15 વાગ્યે સોશિયલ મીડિયા પર કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યાની પોસ્ટ શેર કરી હતી. જો કે લગભગ દોઢ કલાક બાદ તેમણે આ પોસ્ટમાં સુધારો કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતી એક લીટી પણ ઉમેરી. આ પહેલા ભાજપના કાર્યકર્તાઓએ ફેસબુક પર કોમેન્ટ કરીને નીતીશ કુમારને મોદીનો આભાર માનવાની સલાહ આપી હતી.

નોંધનીય છે કે કર્પૂરી ઠાકુર ભારતીય રાજકારણમાં સામાજિક ન્યાયના હિમાયતી અને પ્રેરણાદાયક વ્યક્તિત્વ હતા. આ સન્માન વંચિત વર્ગના ઉત્થાનમાં કર્પૂરી ઠાકુરના સમગ્ર જીવનને સાચી શ્રદ્ધાંજલિ છે. 


Google NewsGoogle News