સ્ટીલની બનાવી હોત તો...' શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી ફસાયેલા ભાજપને ગડકરીની શીખામણ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
સ્ટીલની બનાવી હોત તો...' શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી ફસાયેલા ભાજપને ગડકરીની શીખામણ 1 - image


Nitin Gadkari On Chattrapati Shivaji Statue: સિંધુદુર્ગમાં સ્થિત છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. ચૂંટણી પહેલા જ આ ઘટના ઘટવાથી સત્તાધારી ગઠબંધન NDA બેકફૂટ પર છે. આ વચ્ચે હવે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્ટીલની બનાવી હોત તો તે ક્યારેય ન તૂટી પડી હોત. નીતિન ગડકરીએ કહ્યું કે, સમુદ્રની નજીકના વિસ્તારોમાં લોખંડમાં કાટ લાગવાની સમસ્યા વધુ જોવા મળે છે. ખાસ કરીને સમુદ્રથી 30 કિલોમીટરના અંતર સુધી આવી સ્થિતિ રહે છે.

ભાજપ નેતાએ હાઈવે ઓથોરિટીના કામકાજનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બ્રિજ બનાવામાં સ્ટેનલેસ સ્ટીલનો જ ઉપયોગ કરવો જોઈએ. મને ખબર છે કે, જ્યારે હું મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને મૂરખ બનાવ્યો હતો. તેણે પાઉડર કોટિંગ કરીને લોખંડ આપ્યું અને તે લીલા રંગનું હતું. તેણે કહ્યું કે આમાં કાટ નહીં લાગશે. પરંતુ જ્યારે તેને લગાવવામાં આવ્યું ત્યારે થોડા જ તેમાં સમયમાં નુકસાન થવા લાગ્યું. જો સમુદ્રથી 30 કિલોમીટર સુધીના અંતરે કંઈક કામ કરવું હોય તો સ્ટીલ લગાવ્યા વિના કામ નહીં ચાલશે. જો શિવાજીની પ્રતિમામાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે કોઈ પણ સ્થિતિમાં તૂટી ન પડી હોત. 

શિવાજીની પ્રતિમા તૂડી પડવા બદલ PM મોદીએ માફી માગી

એ સામાન્ય બાબત છે કે જ્યાં હાર્ડ રોક હશે ત્યાં ડ્રિલ કરવા માટે મજબૂત મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સોફ્ટ માટી ધરાવતા વિસ્તારોમાં અન્ય મશીનો લગાવી શકાય છે. આ રીતે મને લાગે છે કે સ્થળના આધારે મશીનો પણ અલગ-અલગ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે હતા ત્યારે તેમણે શિવાજીની પ્રતિમા તૂડી પડવા બદલ માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી અમારા માટે ભગવાન સમાન છે. અમે તેમની અને તેમની પૂજા કરનારાઓની માફી માંગીએ છીએ. આ પહેલા જ સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું 100 વાર પગ સ્પર્શ કરીને માફી માંગવા તૈયાર છું. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પણ આ અંગે માફી માગી હતી.


Google NewsGoogle News