Get The App

ભારતમાં ડ્રાઈવરલેસ કાર નહીં આવે, ડ્રાઈવરોની નોકરીને લઈને ગડકરીએ ચિંતા વ્યક્ત કરી

હું ક્યારેય પણ ડ્રાઈવરલેસ કારોને ભારતમાં લાવવા માટે મંજુરી નહી આપું: ગડકરી

દુર્ઘટનાઓ ઓછી કરવા માટે સરકારી ઉપાયો માટે ફ્રેમવર્ક તૈયાર કર્યુ છે

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
ભારતમાં ડ્રાઈવરલેસ કાર નહીં આવે, ડ્રાઈવરોની નોકરીને લઈને ગડકરીએ ચિંતા વ્યક્ત કરી 1 - image
Image fecebook

તા. 18 ડિસેમ્બર 2023, સોમવાર

Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે, ડ્રાઈવરોની રોજગારીની ચિંતાને ધ્યાનમાં રાખી તેમની રક્ષા માટે ભારતમાં ડ્રાઈવરલેસ કારો નહીં આવે. એક રિપોર્ટમાં ગડકરીએ કહ્યું કે, "હું ક્યારેય પણ ડ્રાઈવરલેસ કારોને ભારતમાં લાવવા માટે મંજુરી નહી આપું, કારણ કે તેનાથી કેટલાય ડ્રાઈવરોની નોકરી જતી રહેશે, એટલે હું એવુ નહી થવા દઉ. "

ગડકરીએ શું કહ્યુ..?

IIM નાગપુરમાં યોજાયેલ જીરો માઈલ સંવાદ દરમ્યાન દેશમાં માર્ગ સુરક્ષા સંબંધી ચિંતાઓ પર સંબોધન કરતાં ગડકરીએ કહ્યું કે, દુર્ઘટનાઓ ઓછી કરવા માટે સરકારી ઉપાયો માટે ફ્રેમવર્ક તૈયાર કર્યુ છે, જેમાં કારોમાં છ એરબેગ સામેલ કરવી, માર્ગ પર બ્લેક સ્પોટને ઓછા કરવા અને ઈલેક્ટ્રિક મોટર્સ અધિનિયમ દ્વારા દંડ વધારવા વગેરે પ્રક્રિયા સમાવેશ થાય છે.

પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા થઈ રહ્યું છે કામ

ટેસ્લા ઈન્કને ભારતમાં આવવાના સવાલ પર ગડકરીએ કહ્યું કે, સરકાર ભારતમાં અમેરિકી વાહન ઉત્પાદકોના સ્વાગત માટે તૈયાર છે, પરંતુ ભારતમાં વેચાણ માટે ચીનમાં ઉત્પાદનને સ્વીકાર કરવામાં નહી આવે. આ સિવાય તેમણે હાઈડ્રોજન ઈંધણ પર તેમનો વિચાર રજુ કર્યો હતો. જેમા તેમણે કહ્યુ કે, સરકાર પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો લાવવા માટે એડવાન્સ ટેકનોલોજીને અપનાવવા માટે પ્રતિબદ્ધ છે. હાઈડ્રોજનને ભવિષ્યનું ઈંધણ બતાવતા તેમણે કહ્યુ કે, અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે સર્વોત્તમ ટેકનોલોજી લાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. 


Google NewsGoogle News