અમુક લોકો 10-20 કરોડ આવતા જ ઉડવા લાગે છે: ગડકરીએ ટાટાનું ઉદાહરણ આપી જુઓ શું કહ્યું

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Ratan Tata Nitin Gadkari


તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ફરી એક વાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમણે કહ્યું હતુ કે, વધારે સંપત્તિ ધરાવતા લોકો અને નેતાઓ કરતા તેમના PA અને PSમાં વધારે ગરમી જોવા મળતી હોય છે. કહેવાય છે ને કે, ચા કરતા કિટલી વધારે ગરમ હોય છે. તેવી જ રીતે, જેમની પાસે 10-20 કરોડ રૂપિયા આવી જતા તેમના વ્યક્તિત્વમાં અહંકારની ઝલક જોવા મળતી હોય છે. આમ વ્યક્તિએ જ્ઞાન, વિજ્ઞાન, સત્તા, સંપત્તિ અને સફળતા હાંસિલ કરીને આગળ વધવુ જોઈએ, નહી કે અહંકાર કરીને. આમ આત્મવિશ્વાસ અને અહંકારમાં ઘણો ફરક છે. અહંકાર કોઈજ પ્રકારે કામ નથી આવતો. તેવામાં નમ્રતા, સહજતા, સરળતા જેવા ગુણો જ મહત્વપૂર્ણ છે.

ED, ઈન્કમટેક્ષ આવે છે તો હાલત કેવી થાય છે!

નાગપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નિતિન ગડકરીએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, જ્ઞાન, સત્તા, સંપત્તિ, પર્સનાલિટી, વ્યાપારમાં મળેવી પ્રસિદ્ધિ પર ક્યારે અહંકાર ન કરવો જોઈએ. વ્યક્તિના અહંકાર વિશે તેમણે કહ્યુ કે, જ્યારે ED, ઈન્કમટેક્ષ આવે છે તો હાલત કેવી થઈ જાય છે. તેવામાં ફાઈનાન્શિયલ ઓડિટ જરૂરી હોવાની સાથે પર્ફોમન્સ ઓડિટ પણ એટલી જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

રટન ટાટા ખુદ ગાડી ચલાવે છે

રતન ટાટાનું ઉદાહરણ આપતા નિતિન ગડકરીએ જણાવ્યુ હતુ કે, એક વખત રતન ટાટા અમારા ઘરે મને મળવા માટે આવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અમારા ઘરનું સરનામુ ભૂલી ગયા હતા, તો તેમણે મને ફોન કરીને ઘરનું સરનામુ પૂછતા ગડકરીએ ડ્રાઈવરને ફોન આપવા જણાવ્યુ હતું. જ્યારે રતન ટાટાએ, હું જાતે જ ગાડી ચલાવી રહ્યો છુ તેવુ જણાવ્યું હતુ. બાદમાં ગડકરીએ કહ્યુ કે, તમે આટલા મોટા માણસ હોવા છતા તમારી પાસે ડ્રાઈવર નથી? ત્યારે રતન ટાટાએ જવાબ આપ્યો કે, ના હું ખુદ જ ગાડી ચલાવું છું.

10-20 કરોડ આવી જાય તો લોકો ગીતો ગાવા લાગે છે.

ગડકરીએ કહ્યુ, એક વખત હું જ્યારે મંત્રી હતો ત્યારે નાગપુરમાં આવ્યો હતો. તેવામાં મારી સાથે રહેલા રતનજીના હાથમાં રહેલું બેગ મેં મારા સહાયકને લેવાનું કીધું હતુ. તેવામાં રતનજીએ કહ્યુ કે, આ બેગ મારુ છે તો હું જ ઉપાડીશ. આમ આટલી વિશાળ સંપત્તિ હોવા છતાં તેમનામાં કેટલી શાલીનતા, સહજતા અને વિનમ્રતા હતી. તેમજ કટાક્ષ કરતા તેમણે કહ્યુ કે, અમુક પાસે 10-20 કરોડ રૂપિયા આવી જાય તો ગીતો ગાવા લાગે છે. આવા લોકોને જો ટ્રેન બીજા પ્લેટફોર્મ પર ઉભી રહે તો ચાલવામાં પણ તકલીફો પેદા થતી હોય છે. બીજી તરફ, IAS અધિકારીને લઈને કહ્યુ કે, તમે તો અનેક વિષયોનું જ્ઞાન ધરાવો છે. બાકી, અમે મંત્રીઓ તો અંગૂઠા છાપ છીએ. આમ સમસ્યા એ છે કે, કોઈપણ વ્યક્તિ એક વિષયમાં નિષ્ણાત થઈ શકે છે, 10 વિષયોમાં નહીં.


Google NewsGoogle News