VIDEO: દુનિયાના 5મા સૌથી મોટા ટેસ્ટ ટ્રેક પર નીતિન ગડકરીએ કરી Ferrariની સવારી
Nitin Gadkari Rides Ferrari Roma Smart Car : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં BAJA SAEINDIA 2025નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે દુનિયાના 5માં સૌથી મોટા હાઇ-સ્પીડ ટ્રેક 'નેશનલ ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેક' (NATRAX) પર Ferrari Roma સ્માર્ટ કારમાં સવારી કરી, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
નીતિન ગડકરીએ Ferrariની સવારી કરી
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં BAJA SAEINDIA 2025નું કેન્દ્રીય મંત્રી નીડિત ગડકરીએ ઉદ્ધાટન કર્યુ. જેમાં નીતિન ગડકરીએ Ferrariની સવારી કરી હતી, જેનો વીડિયો નીડિત ગડકરીના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામમાં શેર કરાયો હતો. જેમાં નીતિન ગડકરીએ ત્રણ બીમ ક્રેશ બેરિયરનું ટેસ્ટિંગ કર્યું હતું.
નીતિન ગડકરીએ શું કહ્યું?
નીતિન ગડકરીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'મધ્યપ્રદેશના ધારમાં NATRAX ખાતે દુનિયાના 5માં સૌથી મોટા હાઇ-સ્પીડ ટેસ્ટ ટ્રેકનો અનુભવ કરવાની અને થ્રી બીમ ક્રેશ બેરિયરના અઘરા ટેસ્ટિંગની સાક્ષી બનવાની તક મળી.'
શું છે NATRAX?
NATRAX એ એક અત્યાધુનિક ઓટોમોટિવ પરીક્ષણ ગ્રાઉન્ડ છે. જ્યાં તમામ પ્રકારના ઓટોમોટિવ પ્રોડક્ટ્સ અને ઘટકોનું ઉદ્યોગના ધોરણો અનુસાર પરીક્ષણ કરવામાં આવે છે. NATRAX મધ્ય પ્રદેશના પીથમપુર, ધાર જિલ્લામાં સ્થિત એશિયાનું સૌથી લાંબુ ઓટોમોટિવ પરીક્ષણ ટ્રેક છે. જે દુનિયાનું પાંચમું સૌથી મોટું ટ્રેક પણ છે. અહીં ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયનો એક પ્રોજેક્ટ દ્વારા નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ અને આર ઍન્ડ ડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હેઠળ 11.3 કિ.મી. લાંબો હાઇ-સ્પીડ ટ્રેક બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો પર સરકારની બુલડોઝરવાળી...1000 પોલીસકર્મીઓ ખડેપગે
Ferrari Roma સ્પોર્ટ્સ કારની ખાસિયત
NATRAX ટેસ્ટ ટ્રેક પર જે કારમાં નીતિન ગડકરીએ સવારીનો આનંદ માણ્યો હતો તે Ferrari Roma સ્પોર્ટ્સ કાર છે. જેમાં 3.9 લીટરની ક્ષમતાવાળું V8 એન્જિનનો ઉપયોગ કરાયો છે. Ferrari Romaમાં ફક્ત લોકોની બેસવાની ક્ષમતા છે અને તેનું કેબિન કોઈ ફાયટર જેટ જેવું જ લાગશે. જ્યારે ઇન્ડિયન માર્કેટમાં આ કારની કિંમત 7.36 કરોડ રૂપિયાથી શરુ થાય છે. 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ, આ કારની ટોપ સ્પીડ 320 કિ.મી./કલાક છે. આ કાર માત્ર 3.4 સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની ગતિ પકડી શકે છે.