Get The App

'લિવ ઇન રિલેશન સમાજને ખતમ કરી નાખશે...', નીતિન ગડકરીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
Nitin Gadkari


Nitin Gadkari on Live In Relationships: ભારતમાં લિવ ઇન રિલેશનશિપના વધતાં જતાં ચલણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સંબંધ અને સમલૈંગિક લગ્નને 'સમાજના નિયમો વિરુદ્ધ' ગણાવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગડકરી કહે છે કે આનાથી સોશિયલ સ્ટ્રક્ચર નષ્ટ થશે.

લિવ ઇન રિલેશનશિપ યુરોપિયન દેશોમાં સૌથી મોટી સમસ્યા

આ અંગે નીતિન ગડકરીએ કહ્યું, 'એકવાર હું લંડનમાં બ્રિટિશ સંસદની મુલાકાતે ગયો હતો. આ સમય દરમિયાન, મેં બ્રિટિશ વડાપ્રધાન અને વિદેશમંત્રીને તેમના દેશની સૌથી મોટી સમસ્યાઓ વિશે પૂછ્યું હતું. પછી મને ખબર પડી કે યુરોપિયન દેશોમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મહિલાઓ અને પુરુષો લગ્નમાં રસ ધરાવતા નથી અને લિવ ઇન રિલેશનશિપ પસંદ કરે છે.'

'...તો સામાજિક માળખું ખતમ થઈ જશે'

કેન્દ્રીય મંત્રી ગડકરીને પૂછવામાં આવ્યું કે લિવ ઇન અને હોમોસેક્સ્યુઆલિટીની સમાજ પર શું અસર પડશે? તેના પર નીતિન ગડકરીએ કહ્યું, 'તમે લગ્ન નહીં કરો તો સંતાન કેવી રીતે થશે? એ બાળકોનું ભવિષ્ય શું હશે? જો તમે સોશિયલ સ્ટ્રક્ચર નષ્ટ કરશો તો લોકો પર તેની શું અસર થશે?

આ પણ વાંચો: બ્લૂ ટી શર્ટમાં રાહુલ, બ્લૂ સાડીમાં પ્રિયંકા ગાંધી... આંબેડકર વિવાદ વચ્ચે સંસદમાં દેખાવોમાં જોડાયા

બાળકોનો ઉછેર કરવો એ માતા-પિતાની ફરજ છે

નીતિન ગડકરીએ કહ્યું, 'પ્રશ્ન એ નથી કે ભારતમાં ઓછા કે વધુ બાળકો પેદા કરવાની જરૂર છે. મુદ્દો એ છે કે બાળકો પેદા કરવા અને તેમને યોગ્ય રીતે ઉછેરવા એ માતાપિતાની ફરજ છે.'

સમલૈંગિક લગ્ન પર વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આનાથી સોશિયલ સ્ટ્રક્ચર નષ્ટ થશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં છૂટાછેડા પર પ્રતિબંધ હોવો જોઈએ તો તેમણે કહ્યું કે, 'આવું ન થવું જોઈએ, પરંતુ લિવ ઇન રિલેશનશીપ સારી નથી.'

'લિવ ઇન રિલેશન સમાજને ખતમ કરી નાખશે...', નીતિન ગડકરીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન 2 - image


Google NewsGoogle News