'જે કરશે જાતિની વાત, તેને જોરથી મારીશ લાત...' જાતિવાદી રાજકારણ પર ભડક્યાં નીતિન ગડકરી
Nitin gadkari on Caste Politics | દેશમાં જાતિઓને લઈને હંમેશા રાજકારણ ગરમાતું રહે છે. આ દરમિયાન જ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ જાતિવાદના રાજકારણ પર ભડકી ઊઠ્યાં હતા. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલના સમયે જાતિવાદનું રાજકારણ વધી ગયું છે. હું જાત-પાતને નથી માનતો. જે જાતિની વાત કરશે તેને હું જોરથી લાત મારીશ.
મારા મતવિસ્તારમાં 40 ટકા મુસ્લિમો... : ગડકરી
ગડકરીએ જાહેર મંચ પરથી કહ્યું કે મારા મતવિસ્તારમાં 40 ટકા મુસ્લિમો છે અને હું તેમને પહેલાથી કહી ચૂક્યો છું કે હું આરએસએસનો માણસ છું. હું હાફ ચડ્ડીવાળો છું. વોટ આપતા પહેલા જ વિચારી લેજો પછીથી પસ્તાવો ન થાય. જે વોટ આપશે તેના માટે કામ કરીશ અને જે નહીં આપે તેના માટે પણ કામ કરીશ.
આ પણ વાંચો : પાડોશી રાજ્યમાં ભાજપના નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા, કુહાડી-હથોડા વડે હુમલો કર્યો, તંત્રમાં દોડધામ
મહારાષ્ટ્રમાં યોજાવાની છે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે હવે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહી ગયા છે. વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ જશે. ઓક્ટોબર-નવેમ્બરમાં જ અહીં 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનું આયોજન થઇ શકે છે.