Get The App

લોકસભા માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં GPS આધારિત ટોલ સિસ્ટમ આવી જશે : ગડકરી

રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ આ માહિતી આપી

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
લોકસભા માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં GPS આધારિત ટોલ સિસ્ટમ આવી જશે : ગડકરી 1 - image

image : twitter



GPS Based Toll System News | કેેેેેેેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપતાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી દેવાશે. એવું મનાય છે કે આગામી લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા માર્ચના પ્રથમ સપ્તાહમાં લાગુ થઈ જશે.

રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીએ કહી આ વાત 

રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે સંસદને ખાતરી આપવા માંગીએ છીએ કે ટોલ સિસ્ટમ માટે વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી સેટેલાઇટ આધારિત સિસ્ટમ ટૂંક સમયમાં રજૂ કરાશે. ટોલનાકા પણ હટાવી દેવામાં આવશે. 

કેવી રીતે ટોલ વસૂલાશે? 

તેમણે જણાવ્યું કે હવેથી નવી GPS આધારિત ટોલ સિસ્ટમ આવી જવાથી લોકોએ રોકવાની જરૂર નહીં પડે અને નંબર પ્લેટના ફોટા પરથી ટોલ વસૂલ કરી લેવાશે. આ સિસ્ટમ હાઇવે અથવા એક્સપ્રેસ વેનો કેટલા સમય માટે ઉપયોગ થયો તેના આધારે ટોલ વસૂલી કરશે. ટોલ ફી ડ્રાઈવરના બેંક ખાતામાંથી આપોઆપ કપાઈ જશે.

ફાસ્ટેગથી 49 હજાર કરોડનો ટેક્સ વસૂલ્યો

દરમિયાન, ફાસ્ટેગથી ટોલ ટેક્સ વસૂલીનો ડેટા શેર કરતી વખતે ગડકરીએ કહ્યું કે અત્યાર સુધી ફાસ્ટેગથી 49 હજાર કરોડ રૂપિયાથી વધુનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. દૈનિક કલેક્શન 170 થી 200 કરોડની વચ્ચે થાય છે.

લોકસભા માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં GPS આધારિત ટોલ સિસ્ટમ આવી જશે : ગડકરી 2 - image

 



Google NewsGoogle News