એક વર્ષમાં પાંચ લાખ અકસ્માત, 1.5 લાખ લોકોના મોત, રોડ પ્રોજેક્ટ્સની ખરાબ ગુણવત્તા જવાબદાર: નીતિન ગડકરી
Nitin Gadkari On Road Accidents : ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2024ની છઠ્ઠી એડિશનમાં ભાગ લીધો હતો. નીતિન ગડકરીએ આ કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે, 'ભારતમાં સૌથી વધુ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે. જેમાં એક વર્ષમાં 5 લાખ માર્ગ અકસ્માત થાય છે અને 1.5 લાખ લોકોના માર્ગ અકસ્માતના કારણે મોત નીપજે છે, જ્યારે 3 લાખ લોકો ઈજાગ્રસ્ત થાય છે. ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે થાય છે.'
ગડકરીએ માર્ગ અકસ્માતની વધતી ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી
કેબિનેટ મંત્રી નિતિન ગડકરીએ માર્ગ અકસ્માતની વધતી ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, 'બ્લેક સ્પોટની સંખ્યા સતત વધી રહી છે.' વધતા માર્ક અકસ્માત પાછળાના કારણે વિશે ગડકરીએ જણાવ્યું કે, 'રોડ પ્રોજેક્ટ્સની ખરાબ ડિટેઈલ્ડ રિપોર્ટના કારણે અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે.'
આ પણ વાંચો : NDAમાં નવા જૂનીના એંધાણ? અજીત પવારે જ સરકાર વિરુદ્ધ કર્યા મૌન ધરણાં
વર્ષમાં 5 લાખ માર્ગ અકસ્માત અને 1.5 લાખ લોકોના મોત
ગડકરીએ કહ્યું કે, 'ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે થાય છે.' તેમણે માર્ગ અકસ્માતની આંકડાકિય માહિતી આપતા જણાવ્યું હતું કે, 'એક વર્ષમાં 5 લાખ માર્ગ અકસ્માત થાય છે અને 1.5 લાખ લોકોના માર્ગ અકસ્માતના કારણે મોત નીપજે છે, જ્યારે 3 લાખ લોકો ઈજાગ્રસ્ત થાય છે.'
માર્ગ અકસ્માતોને કારણે દેશનો જીડીપી લગભગ ત્રણ ટકા ઘટ્યો
ગડકરીએ રોડ સેફ્ટી કોન્ક્લેવ 2024માં જણાવ્યું કે, 'આ માર્ગ અકસ્માતોને કારણે દેશનો જીડીપી લગભગ ત્રણ ટકા ઘટે છે. માર્ગ અકસ્માતમાં હંમેશા ડ્રાઈવરને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ હું તમને જણાવવા માગુ છું કે, આમાં રોડ એન્જિનિયરિંગની પણ ભૂલ હોઈ શકે છે. અમારે તમામ હાઈવે માટે સેફ્ટી ઓડિટ કરાવવાની જરૂર છે. રોડ અકસ્માત ઘટાડવા માટે યોગ્ય લેનમાં વાહન ચલાવવું જરૂરી છે.'