'માઈક બંધ નહોતું, ખોટી વાર્તાના બદલે સાચી વાત કહેવી જરૂરી...' મમતાના આરોપ અંગે કેન્દ્રનો જવાબ
Image : IANS (File Photo) |
Niti Aayog Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વમાં નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી (West Bengal CM) મમતા બેનરજી (Mamata Banerjee)એ અધવચ્ચે છોડી બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે બેઠકમાં તેમને બોલવા દેવામાં આવ્યા ન હતા અને માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે સરકારે આ આરોપોને ફગાવી દઈને જવાબ પણ આપ્યો છે.
સમય મર્યાદા પૂર્ણ થતાં માઈક બંધ કરવામાં આવ્યું : કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે મમતા બેનરજીના આરોપના જવાબ આપતા કહ્યું હતું કે 'માઈક સમયની મર્યાદા પૂર્ણ થયા બાદ બંધ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમય જણાવવા માટે બેલ પણ વગાડવામાં આવી હતી. તેમજ નામના આધારે મમતા બેનરજીનો બોલવાનો વારો લંચ પછી આવવાનો હતો, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારની સત્તાવાર વિનંતી પર બંગાળના મુખ્યમંત્રીને 7મા સ્પીકરની જગ્યાએ બોલવાની મંજૂરી આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ સરકારે ઝડપથી પોતાના વારની વિનંતી કરી હતી કારણ કે તેમને જલ્દી પરત બંગાળ રવાના થવાનું હતું.'
ખોટી વાર્તા કરતા સત્ય વાત કહેવી જોઈએ : નાણામંત્રી
આ સિવાય કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman) મમતા બેનરજીના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, 'માઈક બંધ કરવાનો આરોપ ખોટો છે. અમે બધાએ તેમની (મમતા બેનરજી) વાત સાંભળી હતી. દરેક મુખ્યમંત્રીને સમય ફાળવવામાં આવ્યો હતો અને આ સમય દરેક ટેબલની સામેની સ્ક્રીન પર બતાવવામાં આવતો હતો. તેમ છતાં તેમણે (મમતા બેનરજી) મીડિયામાં કહ્યું કે માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે તેમનું માઈક બંધ કરવામાં આવ્યું હતું, જે સાચી વાત નથી. તેમણે ખોટી વાર્તા કરત સત્ય વાત કહેવી જોઈએ.'
આ પણ વાંચો : EV વાપરતાં હોવ તો આવી ભૂલ ના કરતાં, નહીંતર જીવ મૂકાશે જોખમમાં, જુઓ હચમચાવતો વીડિયો
શું કહ્યું હતું મમતા બેનરજીએ?
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નીતિ આયોગની બેઠકને અધવચ્ચે પડતી મૂકી હતી. બહાર આવીને તેમણે આરોપ લગાવ્યો કે બેઠકમાં મને બોલવા જ ન દેવાયું. મારું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. બેઠકમાં વિપક્ષ તરફથી કોઈ નહોતું આવ્યું અને હું એકલી જ આવી હતી. બધા મુખ્યમંત્રીને 15-15 મિનિટનો સમય અપાયો હતો. જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો મને બોલતા જ અટકાવી દેવામાં આવી.
આ પણ વાંચો : અજિત પવારને લાગશે સૌથી મોટો ઝટકો, કદાવર નેતાની શરદ પવાર સાથે મુલાકાત, NDA ટેન્શનમાં!