Get The App

શું મમતા બેનરજીને માત્ર પાંચ મિનિટ જ બોલવાનો સમય અપાયો? આરોપો પર નીતિ આયોગે આપ્યો જવાબ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
શું મમતા બેનરજીને માત્ર પાંચ મિનિટ જ બોલવાનો સમય અપાયો? આરોપો પર નીતિ આયોગે આપ્યો જવાબ 1 - image


Niti Aayog meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે દિલ્હીમાં નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની એક બેઠક યોજાઈ હતી.  બેઠક બાદ નીતિ આયોગના સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, આ બેઠકમાં 10 રાજ્યોના સીએમ ગેરહાજર રહ્યા હતા. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, બિહાર, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ બાદ નીતિ આયોગે પણ મમતા બેનર્જીના માઈક બંધ કરવાના આરોપ પર સ્પષ્ટતા આપી છે.

બેઠકમાં દરેકને 7 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો

મમતા બેનર્જીના માઈક બંધ કરવાના આરોપ પર નીતિ આયોગે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેઠકમાં હાજર હતા અને તેઓએ લંચ પહેલા સમય આપવા માંગણી કરી હતી. આ દરમિયાન તેમણે (મમતા) પોતાનું નિવેદન આપ્યું હતું. બેઠકમાં દરેકને 7 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. રક્ષામંત્રીએ માત્ર સમયને લઈને સંકેત આપ્યો હતો. અમે સમ્માન પૂર્વક મમતા બેનર્જીની વાતો સાંભળી હતી અને નોંધ્યું પણ છે. મમતા મીટિંગમાંથી નીકળી ગયા પછી પણ તેમના મુખ્ય સચિવ રૂમમાં રાહ જોઈ રહ્યા હતા.

શું હતો બેઠકનો એજન્ડા?

નીતિ આયોગના CEOએ આ અંતર્ગત વાક કરતાં કહ્યું કે, બેઠકનો મુખ્ય એજન્ડા 'વિકસિત ભારત' હતો. જીવન સરળ બનાવવા, પીવાનું પાણી, સ્વચ્છતા અને જમીનને લઈને  નીતિ આયોગ દ્વારા વિઝન દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ, યુપી પાસે વિઝન ડોક્યુમેન્ટ્સ છે. જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ, બિહાર વિઝન ડોક્યુમેન્ટ બનાવવા માટે લાઈનમાં છે.

ઝડપથી વધી રહેલી વૃદ્ધાવસ્થા માટે આયોજન કરવું જરૂરી

નીતિ આયોગે કહ્યું કે, રાજ્યો પાસે આ વિકાસો પર નજર રાખવા માટે ભારત સરકાર જેવી વ્યવસ્થા નથી, 2047 પછી ઝડપથી વૃદ્ધ થઈ રહેલી વસ્તી માટે હવે યોજના બનાવવાની જરૂર છે. કેટલાક રાજ્યો આ મર્યાદા વટાવી ચૂક્યા છે. કદાચ તેઓ ઘટતી વસ્તી તરફ આગળ વધી રહ્યા છે,  જન સંખ્યા વિષયક વ્યવસ્થાપન વિશે વિચારવું એ કંઈક છે, જેના વિશે આપણે 20 વર્ષ પહેલાં ક્યારેય વિચાર્યું ન હતું. વડાપ્રધાને ઝીરો ગરીબીને લઈને વાત કરી હતી. હવે અમારું લક્ષ્ય શૂન્ય ગરીબી છે, પરંતુ અહીં સવાલ એ છે કે, શું આપણે ગામડાઓને ઝીરો ગરીબી જાહેર કરી શકીશું.

ચંદ્રબાબુ નાયડુને 20 મિનિટ મળી પરંતુ મને માત્ર 5 મિનિટ મળી

નીતિ આયોગની સ્પષ્ટતા પહેલા મમતા બેનર્જીએ કોલકાતામાં કહ્યું કે, "ચંદ્રબાબુ નાયડુને મીટિંગમાં બોલવા માટે 20 મિનિટનો સમય આપ્યો હતો. આસામ, અરુણાચલ, છત્તીસગઢ અને ગોવાના મુખ્યમંત્રીઓએ પણ 15-20 મિનિટ સુધી બોલવાની તક આપી હતી. પરંતુ મને માત્ર 5 મિનિટ જ બોલવા દેવામાં આવી હતી. લોકોએ મને બેલ વગાડીને રોકવા લાગ્યા. મેં કહ્યું ઠીક છે, તમે બંગાળની વાત સાંભળવા નથી માંગતા, તો હું મીટિંગનો બહિષ્કાર કરુ છું અને પછી ત્યાથી નીકળી ગઈ હતી. "


Google NewsGoogle News