Get The App

નિર્મલા સીતારમણ મધુબની બોર્ડરવાળી બદામી અને સોનેરી સાડીમાં ઝળકી રહ્યાં

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
નિર્મલા સીતારમણ મધુબની બોર્ડરવાળી બદામી અને સોનેરી સાડીમાં ઝળકી રહ્યાં 1 - image


- સતત 8 વખત અંદાજપત્ર રજૂ કરવાનો વિક્રમ સર્જ્યો

- ગોલ્ડ બેંગલ્સ, ગોલ્ડ-ચેઈન, અને ગોલ્ડ-ઇયરિંગ પહેરેલાં સીતારામને મધ્યમ વર્ગ લક્ષી બજેટ રજૂ કરતાં આનંદ

નવીદિલ્હી : બજેટ ૨૦૨૫ રજૂ કરતી વખતે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ તેઓનાં વસ્ત્ર પરિધાનથી વધુ ઝળકી રહ્યાં હતાં. વિત્ત-મંત્રી તરીકે સતત ૮ વખત અંદાજ પત્ર રજૂ કરવાનો તેઓનો વિક્રમ ભવિષ્યમાં ભાગ્યે જ તૂટી શકે તેમ છે, આમ તેઓએ એક ઇતિહાસ સર્જી દીધો છે. 

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર રજૂ કરતી વખતે તેઓએ બદામી અને સોનેરી સાડી પહેરી હતી. સાડીની બોર્ડર મધુબાની તરીકે ઓળખાતી કલાની દ્યોતક બની રહી હતી. તેઓએ ખૂબ ઓછાં આભૂષણો પહેર્યાં હતાં. હાથમાં સોનાનાં બેંગલ્સ, ગળામાં એકમાત્ર સોનાની ચેઈન અને કાનમાં સોનાનાં ઇયરિંગ્સ (એરિંગ)થી સાદાઈ સાથે પણ તેઓ વધુ પ્રભાવશાળી લાગતાં હતાં.

આ નાણાંકીય વર્ષનું અંદાજપત્ર મહદ્-અંશે મધ્યમવર્ગ લક્ષી બની રહેશે તેમ સૌ કોઈએ ધારણા રાખી હતી. સાથે ચીન અને પાકિસ્તાનની ગણતરીએ સંરક્ષણ માટે શું ફાળવાય છે. તેની ઉપર પણ સૌની નજર હતી. તો બીજી તરફ વ્યાપાર-ઉદ્યોગ તથા સ્ટાર્ટઅપ્સ માટેની ફાળવણી ઉપર પણ લક્ષ્ય હતું.

ઉલ્લેખનીય છે કે વિજ્ઞાાન અને ટેક્નોલોજી તથા એ-આઈને આ અંદાજપત્રમાં મહત્ત્વ અપાશે તેવી આશા સહજ રહી. ટૂંકમાં ઝળહળતાં પરિધાન સાથે તેઓ ઝળહળતું અંદાજપત્ર રજૂ કરશે તેવી આશા સાથે દેશભરના બુદ્ધિજીવીઓ ટીવી ઉપર નજર રાખી રહ્યા હતાં.


Google NewsGoogle News