કૃષિ સંગઠન અને ખેતી સાથે જોડાયેલા કામ માટે 1 લાખ કરોડની સહાય, ખેડુતોની આવક વધશે
નવી દિલ્હી, તા. 15 મે 2020, શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા 20 લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજનું નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રીજું બ્રેકઅપ આપી રહ્યાં છે. આજે મુખ્યત્વે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને જાહેરાત કરી રહ્યાં છે.
નાણા મંત્રી નિર્મલા સિતારમણએ કહ્યું કે ખેડુત કલ્યાણ માટે વિવિધ યોજનાઓ થકી છેલ્લા પાંચથી છ વર્ષોથી જે પગલા ઉઠાવામાં આવ્યાં છે તેના કારણે કરોડો ખેડુતોને લાભ થયો છે. ખેડૂતોને નિકાસમાં મદદ કરે છે, પરંતુ સંગ્રહ અને સંવર્ધનના અભાવ માટે 1 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવશે. જેનાથી ભાવ વધારવામાં પણ મદદ મળશે અને ખેડૂતોની આવક પણ વધશે. નાણા પ્રધાને કહ્યું કે, છેલ્લા 2 મહિનામાં, ખેડૂતોની સહાય માટે એમએસપી પર 74300 કરોડની ખરીદી કરવામાં આવી હતી. પીએમ કિસાન ખાતામાં 18700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. 6400 કરોડ પાક વીમા યોજનાનો દાવો કરાયો.
ઓર્ગેનિક અને ક્લસ્ટરબેઝ ખેતી પર ખાસ ભાર
10 હજાર કરોડ એક્ઝિક્યુટીવ ક્લસ્ટર બેઝ એગ્રીકલ્ચર માર્કેટિંગ માટે રહેશે. દેશમાં હર્બલ , ઓર્ગેનિક ઉત્પાદન કરવા માટે અને ઓર્ગેનિક ખેતી તેમજ ક્લસ્ટરબેઝ ખેતી માટે ખાસ ભાર મુકવામાં આવશે. ખેત ઉત્પાદનનોમાં સ્ટાન્ડર્ડતાના ધોરણો સુધારીને વિશ્વ બજાર સુધી પહોંચાડીશું. લોકલ માર્કેટ માટે ખેતીના ખાદ્ય સંસ્કરણ તેમજ તકનીકી સુધાર અને બ્રાન્ડીંગ માટે 10 હજાર કરોડની યોજના બનાવી છે. જે ક્લસ્ટર બેઝ યોજના છે. જેનાથી લોકોને રોજગાર મળશે. બધા રાજ્યોની વાત ના કરી શકાય પણ ઉદાહરણ તરીકે જોઈએ તો, કાશ્મીરમા કેસર, આંધ્રમાં મરચાં, એમ જુદા જુદા રાજ્યોની મુખ્ય પાકના ઉત્પાદનોને દુનિયાભરમાં પહોંચાડીશુ.
મત્સ્ય ઉદ્યોગ માટે 20 હજાર કરોડની જાહેરાત
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદાયોજના 20 હજાર કરોડ રૂપિયાની લાવ્યા છે. માછીમારો અને બોટનો વીમો પણ આમાં આવરી લેવામાં આવ્યો છે. જેમાં આંતરદેશીય મત્સ્યપાલન, માટે 11 હજાર કરોડ રૂપિયા અને તેને સંલગ્ન, 9 હજાર કરો, કોલ્ડચેઈન, માર્કેટ, મંડીઓ પર વપરાશે. ફિસ પ્રોડક્શન જે વધારે થશે જે આગળના 55 લાખલોકોને રોજગારી મળશે. અને 1 લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થશે. આવનારા 5 વર્ષમાં 70 લાખટન ઉત્પાદન વધશે. મત્સ્યપાલનમાં પ્રોડક્શનને લઈને રોજગાર અને નિકાસને વેગ મળશે.
માછીમારોને નવી હોડી આપવામાં આવશે
નાણામંત્રીએ કહ્યુ છે કે, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. તેની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. કોરોનાાના કારણે આ તાત્કાલિક રીતે લાગુ કરવામાં આવશે. માછીમારોને નવી હોડી પણ આપવામાં આવશે. 55 વાખ લોકોને રોજગાર મળશે. જેથી ભારતની નિકાસ વધીને 1 લાખ કરોડ રૂપિયા થઈ જળે. આગામી 5 વર્ષમાં 70 લાખ ટન વધારે મત્સ્ય ઉત્પાદન થશે.
મધપાલન ઉદ્યોગ માટે 500 કરોડ
મધપાલન એ ખેતીનો પૂરક ઉદ્યોગ છે. મધપાલનથકી પણ ખેડૂતોને વધારાની આવક થાય તે માટે હવે મધસેક્ટરને વિશેષ પ્રોત્સાહન આપવા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મધપાલનને લઈને રાજ્યમાં લગભગ 2 લાખ ખેડૂતોને ખેતીમાં મદદ મળશે. ગ્રામિણ વિસ્તારમાં મધપાલન માટે આવકનું પૂરક સાધન છે. લોકલથી ગ્લોબલ એ દિશામાં મોટું પગલું લઈ શકાય છે. મધમાખી પાલન થકી મધ નિકાસને પણ એક વેગ મળી શકે છે.
હર્બલ પ્રોડક્ટ માટે વિશેષ યોજના
10 લાખ હેક્ટરમાં હર્બલ પાર્ક બનાવવામાં આવશે. જેમાં વિવિધ ઔષધીય પાકોની ખેતી કરવામાં આવશે. હર્બલ પ્રોડક્ટની ખેતીને લીધે 5 હજાર કરોડ રૂપિયાની ખેડૂતોની આવક થશે. ઔષધીય પાકની ખેતી માટે વિશેષ લાભ થશે. ગંગા કિનારે એવા હજારો એકરમાં પ્લાન્ટેશન કરવામાં આવશે.હર્બલ ખેતી માટે 4 હજાર કરોડ રૂપિયા ફાળવાશે. હાલમાં કોરોના કાળમાં હર્બલ ઔષધીઓ ખૂબ જ કામ આવી છે.હર્બલ પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે ચાર હજાર કરોડનું ફંડ ફાળવ્યું છે. જે માટે નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ્સની મદદથી 25 લાખ હેક્ટરમાં તેની ખેતી કરવામાં આવશે.જેનાથી ખેડૂતોને પાંચ હજાર કરોડ રૂપિયાની આવક થશે. જન ઔષધિની ખેતી કરવાની સાથે તેના નેટવર્કનો પણ વિસ્તાર કરવામાં આવશે.
પશુપાલન વ્યવસાયને મળશે વેગ
દેશમા પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે પશુઓમાં જોવા મળતા ખરવામોવાસા રોગ માટે રસીકરણ કરવામાં આવશે. ગાય ભેંસ બકરીમાં 10 ટકા રસીકરણ કરવામાં આવશે. જેમાં 53 કરોડ પશુઓનું રસીકરણ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ખરવા મોવાસ રોગ મુક્ત કરવા 13343 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પશુપાલનમાં દૂધ ઉત્પાદન થયા પછી તેનો બગાડ ન થાય તે પણ જોવું જરૂરી છે. જેના માટે 15 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દેશમાં દૂધનું મૂલ્યવર્ધન થાય અને દૂધ ઉત્પાદનોનું માર્કેટિંગ થઈ શકે તે માટે 15 હજાર કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદનનું મૂલ્યવર્ધન અને વેલ્યુએડિશન તેમજ કેટલ ફીટ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.જેનાથી પશુપાલનને વેગ મળશે.
નિર્મલા સિતારમણની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દા
- મધમાખી પાલન યોજના માટે 500 કરોડની જાહેરાત, 2 લાખ લોકોને થશે લાભ.
- ગંગા કિનારે હર્બલ ખેતીના પ્લાન, જન ઔષધી ખુબ જ ઉપયોગી સાબિત થશે.
- હર્બલ અને મેડિસિન ખેતી માટે 4 હજાર કરોડ રૂપિયાની ફાળવણી.
- 53 કરોડ પશુઓનું આવરી લેવામાં આવશે.
- પશુઓને તમામ રોગમાંથી મુક્તી અપાવવા માટે 100 ટકા રસીકરણ કરાશે, તેના માટે 13 હજાર કરોડની ફાળવણી.
- માછીમારોની બોટોનો વિમો આપવામાં આવશે.
- મત્સ ઉદ્યોગ ક્ષેત્રે પણ ભારત પ્રગતિના પથે. 55 લાખ લોકોને રોજગારી મળશે.
- દેશના તમામ 53 કરોડ પશુઓનું થશે રસીકરણ.
- કિસાન ક્રેડિટ કાર્ડ માટે રૂ. 2 લાખ કરોડ.
- લોક્ડાઉન દરમિયાન દૂધની માગમાં 20 ટકાનો વધારો થયો.
- હાલ પ્રતિ દિવસ 580 લાખ લીટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે.
- લોકડાઉન દરમિયાન 73000 કરોડ રૂપિયાની ખરીદી ટેકાના ભાવથી સરકાર દ્વારા કરવામાં આવી, જ્યારે 18,700 કરોડ સીધા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યા.
- શેરડીના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે.