મોંઘવારી ઘટી, 2026માં 6.8 ટકા GDP ગ્રોથ: આર્થિક સર્વેની 10 મોટી વાતો
Economic Survey 2024-25: કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદના બંને ગૃહમાં ઈકોનોમિક સર્વે રજૂ કર્યો હતો. 10 મુદ્દામાં સમજો દેશની અર્થવ્યવસ્થાના હાલ.
1. નાણાંકીય વર્ષ 2026માં ભારતીય અર્થવ્યવસ્થા 6.3થી 6.8 ટકાના દરે વધશે.
2. સ્થિર ખર્ચના કારણે ભારતીય અર્થવ્યવસ્થાના પાયા મજબૂત બન્યા
3. જાહેર ક્ષેત્રમાં મૂડી વ્યય તથા ઈન્ડસ્ટ્રીયલ અપેક્ષાઓમાં સુધારાના કારણે રોકાણમાં વધારાની આશા
4. શાકભાજીના ભાવમાં ઋતુ અનુસાર ઘટાડો. સરકારે ખાદ્ય પદાર્થોનો બફર સ્ટોક વધાર્યો તથા ખુલ્લા બજારમાં ખાદ્ય વસ્તુઓના સપ્લાય માટે આયાતમાં ઢીલ આપી.
5. વૈશ્વિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે વ્યૂહનીતિ તથા માળખાગત સિદ્ધાંતો મજબૂત કરવા પડશે. વેપારમાં અનિશ્ચિતતાઓ તથા જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓ વિકાસ માટે પ્રતિકૂળ. નાણાકીય વર્ષ 2026 માટે ભારતની આર્થિક સંભાવનાઓ સંતુલિત.
6. ભારતે નીચલા સ્તર સુધી સંરચનાત્મક સુધારા અને વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મકતા સુધારવાની જરૂર.
7. બ્રાઝિલ, ભારત, ચીન જેવી વિકસતી અર્થવ્યવસ્થાવાળા દેશોમાં ખાદ્ય ઉપજમાં બદલાવ લાવવાથી ભાવ વધારા પર અંકુશ લાગ્યો.
8. 2026માં ભૂરાજકીય તણાવના કારણે જોખમ, જોકે કોમોડિટીમાં પહેલેથી જ ઊંચી કિંમતોના કારણે હવે ભાવવધારાનું જોખમ ઓછું.
9. સ્વચ્છતા તથા IT વિભાગની સફ્ળતાઓના કારણે મૂળભૂત સુવિધાઓમાં સુધારો થયો.
10. વિવિધ દાળ, ટામેટાં તથા ડુંગળીનું ઉત્પાદન વધારવા માટે ઋતુ અનુસાર વિવિધ ઉપજ વિકસિત કરવાની જરૂર.
આ પણ વાંચો : દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીમાં 474 બેઘરના મોત, NHRC લાલઘૂમ, સરકારને નોટિસ ફટકારી
દેશનો જીડીપી ગ્રોથ 6.3 ટકાથી 6.8 ટકાના દરે વધવાનો અંદાજ
લોકસભામાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2025-26 માટે દેશનો જીડીપી ગ્રોથ 6.3 ટકાથી 6.8 ટકાના દરે વધવાનો અંદાજ વ્યક્ત થયો છે. તેમજ જીએસટી કલેક્શન 11 ટકા વધી રૂ. 10.62 લાખ કરોડે પહોંચવાનો અંદાજ આપ્યો છે.
મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ નબળી પડી.
આર્થિક સર્વે અનુસાર, જીએસટી કલેક્શન આગામી નાણાકીય વર્ષમાં 11 ટકા વધી રૂ. 10.62 લાખ કરોડે પહોંચશે. સર્વેમાં નીતિગત સુધારાઓ અને આર્થિક સ્થિરતાની દિશામાં સરકારના પ્રયાસો રેખાંકિત કરે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે, જ્યારે વર્લ્ડ બૅન્કે 6.7 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. પીએમઆઇ સતત 14મા મહિને વધ્યો છે. સર્વિસ સેક્ટર મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યું છે. પરંતુ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ નબળી પડી છે. કુલ GVAએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિકમાં મહામારી પૂર્વેની સ્થિતિ પરત મેળવી છે.
સર્વિસ સેક્ટરમાં આકર્ષક વધારો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ 7.1 ટકા નોંધાયો છે. જુલાઈ-નવેમ્બર, 2024માં કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ 8.2 ટકા વધ્યો છે. જેમાં વધારો થવાની શક્યતા છે. સ્થિર કિંમતો પર ગુડ્સ અને સર્વિસની નિકાસ પણ છ માસમાં 5.6 ટકા વધી છે. આયાત પણ 0.7 ટકા વધી છે.