Get The App

NIRF રેન્કિંગ 2024 : ભારતની ટોપ 10 એન્જિનિયરિંગ કૉલેજનું લિસ્ટ જાહેર, IIT મદ્રાસ અવ્વલ

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
IIT Madras


NIRF Ranking 2024 : શિક્ષણ મંત્રાલય દ્વારા આજે (12 ઓગસ્ટ) નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) રેન્કિંગ 2024 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેશમાં સૌથી ટોપના સ્થાને IIT મદ્રાસ છે. આ પછી ભારતીય વિજ્ઞાન સંસ્થાન (બેંગલોર), IIT-બોમ્બે અને IIT-દિલ્હીને સ્થાન મળ્યું છે. NIRF રેન્કિંગ 2024 પ્રમાણે દેશની ટોપની 10 એન્જિનિયરિંગ કોલેજોને સ્થાન મળ્યું છે.

છેલ્લા પાંચ વર્ષથી IIT મદ્રાસ સતત ટોપ રહી

ગત વર્ષે પણ IIT મદ્રાસે પહેલું સ્થાન હાંસલ કર્યું હતું. IIT મદ્રાસે સતત પાંચ વર્ષે ટોપનું સ્થાન મેળવ્યું છે, જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) બેંગલુરુને શ્રેષ્ઠ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, IIT મદ્રાસને છેલ્લા 8 વર્ષથી શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.

રેન્કિંગ માળખા પ્રમાણે સંસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે

રેન્કિંગ માળખું ટીચિંગ, લર્નિંગ અને રિસોર્સિસ, રિસર્ચ, યુજી રિઝલ્ટ્સ, આઉટરીચ, સર્વસમાવેશકતા અને ધારણાના માપદંડોને વ્યાપક સામાન્ય સમૂહ પર સંસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માપદંડોના દરેક ગ્રુપ માટે નક્કી કરવામાં આવેલા અંકના કુલ ગુણના આધારે રેન્ક નક્કી કરવામાં આવે છે.

ગત વર્ષે NIRFમાં 5543 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ ભાગ લીધેલો

આ વર્ષની NIRF રેન્કિંગમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને 16 શ્રેણીયોમાં વિભાજીત કરવામાં આવી હતી. જેમાં સર્વગ્રાહી, યુનિવર્સિટીઓ, મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કાયદો, આર્કિટેક્ચર, કોલેજો, સંશોધન સંસ્થાઓ, ફાર્મસી, દંત ચિકિત્સા, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, રાજ્ય ભંડોળવાળી સરકારી યુનિવર્સિટીઓ, કૌશલ્ય યુનિવર્સિટીઓ, ઓપન યુનિવર્સિટીઓ અને નવીનતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે NIRFમાં 5543 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ ભાગ લીધો હતો.

ટોચની 10 એન્જિનિયરિંગ કોલેજો

IIT મદ્રાસ

IIT દિલ્હી

IIT બોમ્બે

IIT કાનપુર

IIT ખડગપુર

IIT રૂરકી

IIT ગુવાહાટી

IIT હૈદરાબાદ

IIT ત્રિચી

IIT-BHU


Google NewsGoogle News