Get The App

પંજાબમાં નિહંગ શીખોએ ગુરુદ્વારામાંથી પોલીસ પર કર્યો ગોળીબાર, 1નું મોત, 3 ઘવાયા, જાણો કેમ થઈ બબાલ

ગુરુદ્વારા પણ માલિકી સ્થાપિત કરવાનો નિહંગ શીખોનો પ્રયાસ

પોલીસ ગુરુદ્વારા ખાલી કરાવવા પહોંચી હતી

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
પંજાબમાં નિહંગ શીખોએ ગુરુદ્વારામાંથી પોલીસ પર કર્યો ગોળીબાર, 1નું મોત, 3 ઘવાયા, જાણો કેમ થઈ બબાલ 1 - image

image : Twitter



Kapurthala Gurudwara Firing: પંજાબના કપૂરથલામાં એક ગુરુદ્વારામાં નિહંગ શીખો અને પોલીસ વચ્ચે અથડામણના સમાચાર મળી રહ્યા છે. માહિતી અનુસાર નિહંગોએ વર્ચસ્વ અને માલિકી સ્થાપિત કરવાની આ લડાઈમાં પોલીસ પર જ ગોળીબાર કરી દીધો હોવાનું મનાય છે. આ અથડામણમાંએક પોલીસકર્મીનું મોત થયું હતું જ્યારે ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. 

અથડામણનું કારણ શું હતું? 

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ગોળીબાર ગુરુદ્વારાની માલિકીને લઈને થયો હતો. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડાયા હતા. કપૂરથલાના શ્રી અકાલ બુંગા ગુરુદ્વારામાં પોલીસ અને નિહંગ શીખોના જૂથ વચ્ચે અથડામણ બાદ ફાયરિંગની ઘટના બની હતી. વર્ષ 2020ની શરૂઆતમાં નિહંગ દેખાવકારોએ પટિયાલામાં એક પોલીસ અધિકારીનો હાથ કાપી નાખ્યો હતો જ્યારે તે કોરોના વખતે લોકડાઉનનો અમલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ખરેખર શું છે મામલો?

ખરેખર પોલીસ ગુરુદ્વારા સંકુલને ખાલી કરાવા ગઈ હતી, જેના પર નિહંગોએ કથિત રીતે કબજે કરી લીધો હતો. આ દરમિયાન નિહંગ શીખોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા નિહંગો હજુ પણ ગુરુદ્વારાની અંદર છે અને તેમને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસે આ સંબંધમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે.

પંજાબમાં નિહંગ શીખોએ ગુરુદ્વારામાંથી પોલીસ પર કર્યો ગોળીબાર, 1નું મોત, 3 ઘવાયા, જાણો કેમ થઈ બબાલ 2 - image



Google NewsGoogle News