Get The App

એરપોર્ટ પર ઊતરતાં જ PM મોદીને નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ કેમ સોંપી પાટનગરની ચાવી? જાણો રોચક કારણ

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
pm-modi-in-nigeria


Nigeria Gift of Key to the City of Abuja to PM Modi: પીએમ મોદી ત્રણ દેશોના પ્રવાસના ભાગ રૂપે રવિવારે પહેલીવાર નાઈજીરિયા પહોંચ્યા છે. તેઓ બ્રાઝિલ અને ગુયાનાની પણ મુલાકાત લેશે. ભારત અને નાઈજીરિયાના સંબંધોને મજબૂત કરવા માટે આ મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી છેલ્લા 17 વર્ષમાં નાઈજીરિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. 

નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત 

અબુજા એરપોર્ટ પર નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબૂએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ સાથે જ તેમને વડપ્રધાન મોદીને અબુજા શહેરની 'કુંજી' (ચાવી) અર્પણ કરી હતી. આ ચાવી નાઇજીરીયાના લોકોનો વડાપ્રધાન પર જે વિશ્વાસ અને આદર છે તે દર્શાવે છે.

પીએમ મોદીને આ ચાવી અર્પણ કરવી તે ભારતીય કૂટનીતિ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, તે બંને દેશો વચ્ચેના સંબંધો અને 'વસુધૈવ કુટુંબકમ'ની વિચારધારા સાથે ભારતની કૂટનીતિ માટે મહત્ત્વપૂર્ણ છે.

પીએમ મોદીને અબુજા શહેરની ચાવીઓ સોંપવી એ વિશ્વાસનું પ્રતિક 

પીએમ મોદીને નાઇજિરિયાની ચાવી સોંપવી એ નાઇજિરિયા માટે નવા દેશ સાથે ખૂબ જ ઊંડી મિત્રતાનું પ્રતીક છે. તેમજ આફ્રિકા સાથે ભારતના વધતા સંબંધો માટે એક નાનું પરંતુ શક્તિશાળી પગલું છે. નાઈજીરિયાની ચાવી સોંપવાની ઘટના દ્વારા આદર અને મિત્રતાના આ શાંત પ્રતીકે આશ્ચર્યજનક રીતે એક અલગ જ સંદેશ આપ્યો છે. જો કે, ચાવીઓ આપવી એ માત્ર ઔપચારિક સ્વાગત કરતાં ઘણું બધું છે. તે આફ્રિકન મહાદ્વીપ સાથે ભારતના સંબંધોમાં વધુ ઊંડો, વધુ વ્યૂહાત્મક પરિવર્તન દર્શાવે છે, જે સહયોગ, પરસ્પર વિકાસ અને સહિયારી આકાંક્ષાઓની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. 

નાઈજીરીયાનો ભારત માટે ખૂબ જ આદર દર્શાવે છે

જેમ તમે વ્યક્તિગત રૂપે તમારા ઘરની ચાવી કોઈ મહેમાનને આપો છો, તો તેનો અર્થ એ છે કે મહેમાન ખૂબ જ વિશ્વાસપાત્ર અને આદરણીય છે. ફેડરલ કેપિટલ ટેરિટરી મિનિસ્ટર નાયસોમ એઝેનવો વિક દ્વારા પીએમ મોદીને સોંપવામાં આવેલી ચાવીનું પણ ઘણું મહત્ત્વ છે. જે નાઈજીરીયાનો ભારત માટે ખૂબ જ આદર દર્શાવે છે. 

આ પણ વાંચો: યુક્રેનમાં રશિયાનો મોટો હવાઈ હુમલો: કિવ પર 60 મિસાઈલ છોડી, બંકરમાં છુપાયા હજારો લોકો

પીએમ મોદીને નાઈજીરીયામાં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે 

નાઈજીરીયામાં પીએમ મોદીને 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર' (GCON) એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પહેલા ક્વીન એલિઝાબેથ એકમાત્ર વિદેશી વ્યક્તિ હતા જેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્વીન એલિઝાબેથને આ સન્માન 1969માં આપવામાં આવ્યું હતું.

પીએમ મોદીને આવું 17મું સન્માન મળી રહ્યું છે. આ પહેલા પણ 16 દેશો તેમને પોતપોતાના શ્રેષ્ઠ સન્માનોથી સન્માનિત કરી ચૂક્યા છે. નાઈજીરિયા પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબૂના આમંત્રણ પર અહીં પહોંચ્યા છે.

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટીનુબૂનો આભાર માન્યો 

વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ શેર કરીને નાઈજીરીયાના રાષ્ટ્રપતિ ટીનુબૂનો આભાર માનતા કયું હતું કે ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. હું ઈચ્છું છું કે આ મુલાકાત આપણા દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે, નાઈજીરિયામાં ભારતીય સમુદાય તરફથી આટલા ઉષ્માભર્યું સ્વાગતથી હું ખૂબ જ ખુશ છું. તેમજ નાઈજીરીયામાં મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે ખરેખર પ્રશંસનીય છે કે તેઓ તેમની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાયેલા છે.

એરપોર્ટ પર ઊતરતાં જ PM મોદીને નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ કેમ સોંપી પાટનગરની ચાવી? જાણો રોચક કારણ 2 - image



Google NewsGoogle News